આવી
હાર અસ્વીકાર્ય: કપ્તાન અય્યરનો સ્વીકાર
નોર્ટિંગહામ,
તા.8: ઇંગ્લેન્ડ સામેના ત્રીજા ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાનો 12પ રને સૌથી કારમો પરાજય
થયો હતો. ઈંગ્લેન્ડના 7 વિકેટે 201 રનના જવાબમાં ભારતીય ટીમ ફક્ત 11.4 ઓવરમાં 76 રનમાં
ઢેર થઇ હતી. આથી ઈંગ્લેન્ડનો 12પ રને મહાવિજય થયો હતો અને પ મેચની શ્રેણીમાં 2-0ની
સરસાઇ બનાવી લીધી હતી.
આ હાર
બાદ ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર ટીમના બચાવમાં ઉતર્યાં હતા. પ્રેસ કોન્ફરન્સમાં
તેમણે જણાવ્યું કે પાછલા કેટલાક મેચના પરિણામના આધારે કોઇ ટીમને નબળી આંકી શકાય નહીં.
ઘણીવાર હરીફ ટીમ સારો દેખાવ કરતી હોય છે. ઘણીવાર કોઇ ટીમ સંતુલિત દેખાવ કરી શકતી નથી.
આયરલેન્ડ સિરીઝ બાદથી ભારતીય ટીમ ખેલની પરિસ્થિતિને સારી રીતે સમજી રહી નથી. આ ક્ષેત્રમાં
સુધારાની જરૂર છે. કોચ ગંભીરે સ્વીકાર્યું કે ઝડપી અને ઉછાળવાળી પીચો પર આપણા બેટધરોએ
સામનો કરતા શિખવું પડશે. યુવા ટીમને થોડો સમય આપવો પડશે. જયારે ભારતીય કપ્તાન શ્રેયસ
અય્યરે કહ્યું કે અમે ઘણું ખરાબ પ્રદર્શન કર્યું. આવી હાર અસ્વીકાર્ય છે. ટીમે તેની
ભુલોનું વિશ્લેષણ કરવું પડશે.
ઝ-20માં
ભારતીય ટીમની સૌથી મોટી હાર
12પ
રનથી વિ. ઇંગ્લેન્ડ ટ્રેંટબ્રિજ 2026
80
રનથી વિ. ન્યુઝીલેન્ડ વેલિંગ્ટન 2019
76
રનથી વિ. દ.આફ્રિકા અમદાવાદ 2026
પ1
રનથી વિ. દ.આફ્રિકા મલ્લાનપુર 202પ
પ0
રનથી વિ. ન્યુઝીલેન્ડ વિશાખાપટ્ટનમ 2026
ઝ-20માં
ભારતીય ટીમનો સૌથી ઓછો ટોટલ
74 વિ. ઓસ્ટ્રેલિયા મેલબોર્ન 2008
76 વિ. ઇંગ્લેન્ડ ટ્રેંટબ્રિજ 2026
79 વિ. ન્યુઝીલેન્ડ નાગપુર 2016
92 વિ. દ.આફ્રિકા કટક 201પ
101 વિ. શ્રીલંકા પૂણે 2016
102 વિ. ઝિમ્બાબ્વે હરારે 2024