ન્યૂયોર્ક, તા.9 : ફીફા વર્લ્ડ કપ-2026ના ફાઇનલ મેચ દરમિયાન ભવ્ય સમાપન સમારંભનું આયોજન થયું છે. પહેલીવાર ફૂટબોલ વર્લ્ડ કપના ફાઇનલમાં હાફ ટાઇમ દરમિયાન સમાપન સમારંભનું આયોજન થયું છે અને તેમાં વિશ્વ પ્રસિદ્ધ કલાકારો જમાવટ કરશે. બીબર, મેડોના, શકીરા અને બીટીએસ એક સાથે મંચ પર પ્રસ્તુતિ કરશે. ફીફા વર્લ્ડ કપનો ફાઇનલ મુકાબલો 19 જુલાઇએ ન્યૂયોર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમ પર રમાવાનો છે. સમાપન સમારંભમાં નાઇજિરીયન સ્ટાર બર્ના બોય, વેનેઝુએલાનું ઓર્કેસ્ટ્રા કંડક્ટર ગુસ્તાવો ડુડામેલ, પીએસ-22 કોરસ અને કોલ્ડપ્લે પણ ગીત-સંગીતની જમાવટ કરશે.