• સોમવાર, 13 જુલાઈ, 2026

હોર્મુઝ ઉપર નિયંત્રણ મુદ્દે ઈરાનમાં જ બે ઉભી ફાડ

ઈરાની સેના લડી લેવા માગે છે તો પેઝેશ્કીયાન સરકાર વાટાઘાટોથી સમાધાનના પક્ષમાં

નવીદિલ્હી, તા.12 : અમેરિકા સામે જંગ વચ્ચે હોર્મુઝ જળમાર્ગ મુદ્દે હવે ઈરાનમાં જ આંતરિક મતભેદો સપાટી ઉપર આવી ગયા છે. એક બાજુ ઈરાની સેના રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ(આઇઆરજીસી)ના કટ્ટરપંથી કમાંડર કોઈપણ ભોગે હોર્મુઝ ઉપર નિયંત્રણ જાળવી રાખવા માગે છે તો બીજીબાજુ ઈરાનની ચૂંટાયેલી મસૂદ પેઝેશ્કીયાનની સરકાર વાતચીતનાં માધ્યમથી આ સંકટનું સમાધાન ઈચ્છે છે.

આમ, ઈરાનની ભીતર જ બે ભિન્ન વિચારધારા કામ કરી રહી હોવાનું આ સંકટનાં સમયે દેખાવા લાગ્યું છે. કટ્ટરવાદી આઈઆરજીસી હોર્મુઝ જળમાર્ગ ઉપર નિયંત્રણને ઈરાનની વ્યૂહાત્મક તાકાત તરીકે જુએ છે. આ સીવાય તે મરાયેલા સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીની હત્યાનો બદલો પણ લેવા માગે છે. તો પેઝેશ્કીયાન સરકાર અને સંસદનાં સ્પીકર મોહમ્મદ ગાલિબાફ જેવા નેતાઓ યુદ્ધને આગળ ખેંચવાનાં બદલે સમાધાન કાઢવાનાં પક્ષમાં છે. તે ઓમાનની મધ્યસ્થતાથી અમેરિકા સાથે ફરીથી વાટાઘાટો શરૂ કરવા માટે તૈયારી દેખાડી રહ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક