જાપાન અને તાઈવાનમાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત ‘બાવી’ ચીનના પૂર્વી શહેર વેંઝોઉ તરફ ઝડપથી આગળ વધી રહ્યું હતું. જેને ધ્યાને લઈને 18 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા. બીજી તરફ બંગલાદેશના દક્ષિણ-પૂર્વ ભાગમાં મુસળધાર વરસાદના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનથી ઓછામાં ઓછા 44 લોકોએ જીવ ગુમાવ્યો છે અને લાખો લોકો પૂરમાં ફસાયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા.