• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

બરવાળાના બેલા ગામે જીવલેણ હુમલાના કેસમાં ત્રણ આરોપીઓને સાત વર્ષની સખત કેદ

બોટાદ, તા.1: બરવાળા તાલુકાના બેલા ગામે જમીનના શેઢા બાબતના મનદુ:ખની અદાવત રાખીને અગાઉ થયેલી બોલાચાલીની દાઝ રાખી તા. 31/05/2019ના રોજ ફરિયાદી હરેશભાઈ ભુપતભાઈ ખોડદા તથા તેમના પરિવાર પર જીવલેણ હુમલો કરવાના ચકચારી કેસમાં બોટાદના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ એમ.જે. પરાશર દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં સરકારી વકીલ કે.એમ. મકવાણાની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે ગુનો સાબિત થતાં આરોપીઓ પ્રવિણભાઈ કેશવભાઈ ખોડદા, સુરેશભાઈ પરસોત્તમભાઈ ખોડદા અને દિનેશભાઈ પરસોતમભાઈ ખોડદા (તમામ રહે. બેલા, તા. બરવાળા) વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 307 સહિતના ગુના હેઠળ સાત-સાત વર્ષની સખત કેદની સજા અને દંડનો હુકમ ફરમાવ્યો છે, ઉલ્લેખનીય છે કે આ તમામ આરોપીઓએ એકસંપ થઈને લોખંડના પાઈપ, સળિયા તથા કુહાડી વડે ફરિયાદી તેમજ તેમના ભાઈ ભરતભાઈ, પિતા અને સાહેદો ભુપતભાઈ અમરશીભાઈ ખોડદા તથા ભરતભાઈ ભુપતભાઈ ખોડદા પર માથા સહિત શરીરના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે બરવાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે પૂરતા પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક