• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

સડક પીપળિયામાં પૂર્વ ધારાસભ્યના પૌત્રએ બે રાઉન્ડ ફાયારિંગ કર્યા

બકરા ચરાવવાના મુદ્દે વિવાદ વકર્યો, મૂકબધિર યુવક પર જીવલેણ હુમલો, છ સામે ફરિયાદ

ગોંડલ, તા.5ઃ ગોંડલ તાલુકાના સડક પીપળિયા ગામની સીમમાં બકરા ચરાવવા મામલે બે જૂથ વચ્ચે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બકરા ખેતરમાં ઘૂસી જવાના મુદ્દે છ શખસે પરિવારના ઘરે ધસી જઈ મારામારી કરી હતી. આ દરમિયાન હવામાં બે રાઉન્ડ ફાયારિંગ થતાં વિસ્તારમાં ચકચાર મચી હતી.

આ અંગે મમતાબેન ગોપાલભાઈ સોલંકી (21)ની ફરિયાદના આધારે રીબડાના ધ્રુવરાજાસિંહ અને સમીર સહિત છ શખસ સામે ગોંડલ તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ, બકરા વાડીમાં ઘૂસી જવાના મુદ્દે આરોપીઓ રાત્રે મોટરસાઇકલ અને કારમાં સડક પીપળિયા ખાતે પહોંચ્યા હતા.

આરોપીઓએ ગાળો આપી હવામાં ફાયારિંગ કર્યા બાદ ઘરમાં ઘૂસી પરિવારજનો સાથે મારામારી કરી હતી. મુકબધિર યુવક ‘નનિયા’ પર પાઇપ અને લાકડીઓ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં તે બેભાન થઈ ગયો હતો. બહાર સૂતેલા શ્રમિક ભીમાભાઈને પણ માર મારવામાં આવ્યો હતો.

હુમલાખોરોએ જતા સમયે ફરી હવામાં ફાયારિંગ કરી બકરા ફરી ખેતરમાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત યુવક અને ભીમાભાઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ગોંડલ તાલુકા પોલીસે આર્મ્સ એક્ટ તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી પી.આઈ. યુ.આર. ડામોરે તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક