• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

હોંગકોંગ સિક્સીસનો આગામી 30મીથી પ્રારંભ, ભુવી કેપ્ટન

ટીમમાં કૃણાલ પંડ્યા, નીતિશ રાણા અને રાહુલ તેવતિયા જેવા આઇપીએલ સ્ટાર્સ સામેલ

નવી દિલ્હી, તા.5 ઃ આગામી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન યોજાનારી પ્રતિષ્ઠિત હોંગકોંગ સિક્સીસ 2026 ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભુવનેશ્વર કુમારને ટીમનું સુકાન સોંપાયું છે. 7 સભ્યની આ ભારતીય ટીમમાં સ્થાનિક ક્રિકેટ અને આઇપીએલના અનુભવી મેચ-િવનર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હોંગકોંગ સિક્સીસના અત્યંત ઝડપી અને આક્રમક ફોર્મેટને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ પાવર-િહટર્સ અને ચતુર બોલરોનું મિશ્રણ પસંદ કર્યું છે. ભુવનેશ્વર કુમારની સાથે તેની ઈંઙક ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સાથી ઓલરાઉન્ડર કૃણાલ પંડÎા પણ રહેશે. આ ઉપરાંત નીતીશ રાણા અને રાહુલ ત્રિપાઠી, રાહુલ તેવતિયા અને શશાંક સિંહ, ટી. નટરાજન પણ ટીમમાં રમશે.

ભુવનેશ્વર કુમાર ભારત તરફથી છેલ્લે નવેમ્બર 2022માં ન્યૂઝીલેન્ડ સામે ટી20 ઇન્ટરનેશનલ મેચ રમ્યો હતો. ત્યારબાદ સતત રાષ્ટ્રીય પસંદગીથી વંચિત રહેલા ભુવીએ ગત આઇપીએલમાં શાનદાર વાપસી કરતા સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં બીજું સ્થાન હાંસલ કર્યું હતું. ત્યારબાદ ટીમમાં વાપસીની ચર્ચાઓએ જોર પકડÎું હતું. હવે હોંગકોંગ સિક્સીસમાં કેપ્ટન તરીકેનું તેમનું પ્રદર્શન તેમની કારકિર્દીને નવી દિશા આપી શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક