• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

ફલાય દુબઈમાં ભરતી પહેલાં જ હુમલાની સાજિશ ઃ ઓમાની પાયલટના ચોંકાવનારા ખુલાસા

ઈઝરાયલના એરપોર્ટ અથવા ઈમારત ઉપર વિમાન ક્રેશ કરવાનો હતો ઃ જુલાઈમાં એક વખત ઈરાદો ટાળ્યો

દુબઈ, તા.5 ઃ ફલાય દુબઈની ફલાઇટમાં ભારતીય કેપ્ટન ઉપર જીવલેણ હુમલો કરનારા ઓમાની કોપાયલટ હમ્મામ અલ હમામીને લઈને સનસનીખેજ ખુલાસા સામે આવ્યા છે. યુએઈમાં ચાલી રહેલી પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેની યોજના કેપ્ટન સ્મીત મચ્છરને રસ્તામાંથી હટાવીને વિમાનને સામાન્ય રીતે આગળ લઈ જઈ ઈઝરાયલના બેન ગુરિયન ઇન્ટરનેશનલ એરપોર્ટ અથવા તો કોઈ ઈમારતમાં ક્રેશ કરાવવાની હતી.

ફલાય દુબઈની પસંદગી અંગે ઓમાની પાયલટે કહ્યું હતું કે, તેણે રિસર્ચ કર્યું હતું કે કઈ ફલાઇટ તેલ અવીવ માટે ઉડાન ભરે છે. આ માટે ફલાય દુબઈની પસંદગી કરી હતી તેમજ ભરતી થતા પહેલાં જ હુમલાની સાજિશ રચવામાં આવી હતી. આ માટે ફલાય દુબઈની ફલાઈટની ઘણી વખત બેન ગુરિયન એરપોર્ટ આવી ચૂક્યો હતો. તે જુલાઈમાં જ ઘટનાને અંજામ આપવાનો હતો પણ ત્યારે એક નજીકનો મિત્ર સાથે હતો. જેના કારણે ઈરાદો બદલ્યો હતો.

ઈઝરાયલી મીડિયા રિપોર્ટ અનુસાર જો હુમલો ટાળવામાં ન આવ્યો હતો તો 9-11ની જેમ ઈઝરાયલમાં તબાહી મચવાની સંભાવના હતી. યુએઈ અને સાઉદી અરબની પૂછપરછ એજન્સીઓ તરફથી ઈઝરાયલને મામલાની જાણકારી આપવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક