• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

રશિયામાં પ્લેગની દહેશત : 200 લોકો ક્વોરન્ટીન

રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં એક મહિલાના પ્લેગથી મૃત્યુ બાદ મહામારીનું જોખમ

મોસ્કો, તા. 5 : યુદ્ધ વચ્ચે રશિયા ઉપર બમણો માર પડી રહ્યો છે. અહેવાલ અનુસાર રશિયામાં પ્લેગનાં કારણે મૃત્યુનો બનાવ સામે આવ્યા બાદ સેંકડો લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. વધુમાં દેશમાં મહામારી ફેલાવાનું જોખમ વધ્યું છે. જો કે આ  મામલે ડબલ્યૂએચઓ કે રશિયાની સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

રશિયામાં 28 વર્ષીય ડારયા શિપિલોવાનું કથિત રીતે પ્લેગના કારણે મૃત્યુ થયું હતું. તે રશિયાના ઈરકુત્સ્કમાં સાઈબેરિયન ક્ષેત્રમાં એન્ટી પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં કામ કરતી હતી. ખૂબ જ સંક્રામક ન્યૂમોનિક પ્લેગની ચપેટમાં આવ્યા બાદ બનાવ બન્યો હતો. અહેવાલ છે કે ટેસ્ટ ટયૂબ તૂટવાના કારણે સંક્રમણ થયું હતું અને સમયે ઈલાજ મળ્યો નહોતો.

શિપિલોવાને હોસ્પિટલે દાખલ કરવામાં આવી ત્યારે ગંભીર ન્યુમોનિયાના લક્ષણ હતા. જો કે પહેલી ઓક્ટોબરે મૃત્યુ થયું હતું. સંક્રમણ દરમિયાન શિપિલોવા જે 200 લોકોના સંપર્કમાં આવી હતી તે તમામને ક્વોરન્ટિન કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ક્ષેત્રમાં સાર્વજનિક કાર્યક્રમો ઉપર રોક મૂકી દેવામાં આવી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક