• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

મધ્યસત્ર ચૂંટણી હારી શકે છે ટ્રમ્પ

ન્યૂયોર્ક, તા. 5 ઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ તેમની પોતાની રિપબ્લિકન પાર્ટીમાં વિદ્રોહના સંકેત દેખાવા લાગ્યા છે. ટ્રમ્પની લોકપ્રિયતા પણ ઘટી રહી છે. ટ્રમ્પની કામગીરીથી 70 ટકા અમેરિકી સંતુષ્ટ નથી. આ બધાં પરિબળો પર નજર કરતાં ટ્રમ્પને મધ્યસત્ર ચૂંટણીમાં હાર ખમવી પડી શકે છે. નવેમ્બરમાં થનારી ચૂંટણીથી પહેલાં અનેક રિપબ્લિકન ઉમેદવારો ટ્રમ્પથી અંતર વધારી રહ્યા છે. કેટલાકે તો પોતાની વેબસાઇટ પરથી ટ્રમ્પ અને  ‘અમેરિકા ફર્સ્ટ’ એજન્ડાનો ઉલ્લેખ પણ હટાવી દીધો છે. એક સર્વે અનુસાર 65 ટકાથી વધુ લોકો વધી રહેલી મોંઘવારી પાછળ ટ્રમ્પની નીતિઓને જવાબદાર માને છે. રિપબ્લિકન ઉમેદવારોની બેચેની પાછળ સૌથી મોટું કારણ અર્થવ્યવસ્થા છે. કેટલાક નેતાઓ કોઇ પણ મંચ પર ટ્રમ્પ સાથે આવવાનું પણ ટાળી રહ્યા છે. ટ્રમ્પની સૈન્ય કાર્યવાહીના સમર્થક રહી ચૂકેલા સાંસદોએ પણ હવે ઇરાન યુદ્ધ જલ્દી ખતમ કરવાની માંગ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક