સુપ્રીમ કોર્ટની દિલ્હી પોલીસને ઝાટકણી ઃ ગુનેગારોમાં ડર પેદા કરો
નવી દિલ્હી,
તા. 5 ઃ
દેશની રાજધાની
નવી દિલ્હી
અને સમગ્ર
એનસીઆર વિસ્તારમાં
મહિલાઓ વિરુદ્ધ
સતત વધી
રહેલા ગુનાઓ
મુદ્દે સુપ્રીમકોર્ટે
દિલ્હી પોલીસને
ફટકાર લગાવી
છે. સુપ્રીમકોર્ટે
દિલ્હી પોલીસ
અને તંત્રને
આડે હાથ
લેતાં સ્પષ્ટ
શબ્દોમાં સંભળાવી
દીધું છે
કે, મહિલા
સુરક્ષા માત્ર
કાગળ પર
રહેલી યોજનાઓ
પૂરતી મર્યાદિત
ન હોઈ
શકે, તેની
વાસ્તવિક અસર
જમીન પર
દેખાવી જોઈએ.
કાયદાનો એવો
ભય પેદા
થવો જોઈએ
જેથી ગુનાખોરી
માનસિકતા ધરાવતા
તત્ત્વોના મનમાં
કંપારી છૂટી
જાય.
સુપ્રીમકોર્ટે કહ્યું
કે, દિલ્હીમાં
કોઈ મહિલા
રાત્રે 10 વાગ્યે
રસ્તા પર
એકલી ચાલતી
હોય, મેટ્રોમાં
મુસાફરી કરતી
હોય કે
બસમાં સફર
કરતી હોય,
તેને સંપૂર્ણ
સુરક્ષાનો અનુભવ
થવો જોઈએ.
માત્ર સીસીટીવી
લગાવી દેવાથી
શું ગુના
રોકાઈ જશે?
જો સતત
મોનિટારિંગ અને
વોર રૂમ
જ ન
હોય તો
આ કેમેરા
માત્ર શોભાના
ગાંઠિયા સમાન
છે.
દિલ્હીમાં મહિલાઓ
વિરુદ્ધ થઈ
રહેલા ગુનાના
કેસ વધતાં
સુપ્રીમકોર્ટે સુઓમોટો
સુનાવણી હાથ
ધરી હતી.
જસ્ટિસ જે.બી.
પારડીવાલાની આગેવાની
હેઠળની બેન્ચે
તંત્રને ઝાટકતાં
કહ્યું કે,
ભારત જેવા
વિશાળ દેશમાં
માત્ર કાગળ
પર ગાઇડલાઇન
બનાવવાથી કામ
નહીં ચાલે.
કડક કાર્યવાહી
કરતી વખતે
પીછેહઠ કરવાની
કોઈ જરૂર
નથી. જો
ગુનેગારોને ડામવા
કડક પગલાં
ભરવા પડે
તો ભરવા
જ જોઈએ,
ભલે કેટલાક
લોકો બંધારણના
અનુચ્છેદ 21 (વ્યક્તિગત
સ્વતંત્રતા)નો
હવાલો આપીને
વાંધો ઉઠાવે,
મહિલાઓની સલામતી
સર્વોપરી છે.
બેન્ચે આકરા
શબ્દોમાં જણાવ્યું
કે, બગીચાઓ,
રસ્તાઓ, બસ
સ્ટોપ, મેટ્રો
સ્ટેશનો, સબ-વે
અને ફૂટ
ઓવરબ્રિજ અપૂરતી
લાઈટો, નબળી
સુરક્ષા કે
ઢીલા પેટ્રાલિંગના
કારણે મહિલાઓ
માટે ‘ડેન્જર
ઝોન’ બની
શકે નહીં.
લેડી શ્રીરામ
કોલેજની વિદ્યાર્થિનીઓએ
આસ્થા કુંજ
પાર્ક આસપાસ
છેડતી અંગે
વારંવાર ફરિયાદો
કરી હોવા
છતાં પોલીસે
પૂરતું પેટ્રાલિંગ
ગોઠવ્યું નહોતું,
જેને અદાલતે
તંત્રની ઘોર
બેદરકારી ગણાવી
હતી.
સુપ્રીમકોર્ટે સેક્સ
ઓફેન્ડર્સના નેશનલ
ડેટાબેઝનો વાસ્તવિક
ઉપયોગ, ઇન્વેસ્ટિગેશન
ટ્રાકિંગ સિસ્ટમ,
મિશન શક્તિ,
ઇમર્જન્સી હેલ્પલાઇન
112, વુમન હેલ્પલાઇન
181, સેફ સિટી
પ્રોજેક્ટ, સ્માર્ટ
લાઇટિંગ, કમાન્ડ
એન્ડ કંટ્રોલ
સિસ્ટમ તેમજ
વન સ્ટોપ
સેન્ટર જમીન
પર કેટલા
કાર્યક્ષમ છે,
તેની સંપૂર્ણ
વિગતો સોગંદનામા
પર રજૂ
કરવાનો આદેશ
આપ્યો છે.