• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

ભેસાણના ચણાકાના ખેડૂતે વળતરની લાલચમાં રૂ. 20 લાખ ગુમાવ્યા : બે સામે ફરિયાદ

 

જૂનાગઢ,તા.6: ભેસાણ તાલુકાના ચણાકા ગામના એક ખેડૂતે વળતરની લાલચમાં ફસાઈ રૂ.20 લાખ 15 દિવસ માટે આપેલા. તે પરત નહીં આપતા શાળાના પટાવાળા સહિત બે શખસ સામે ભેસાણ પોલીસમાં વિશ્વાસઘાત અને છેતરાપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

ચણાકા ગામે રહેતા ઘનશ્યામ મોહન સતાસિયા (ઉ.48)એ તાજેતરમાં રૂ.48 લાખની જમીન વેંચી હતી. જેની ગામની શાળામાં પટાવાળા તરીકે ફરજ બજાવતા વાંદરવડના દેવરાજ મેઘજી બઢિયાને જાણ હતી. તેથી તેણે પોતાના ખારચીયા ગામે રહેતા મિત્ર રણજીત દેવકું વાંકના જેતપુરના કોઈ વેપારી પૈસા રોકાણ કરે તો ઊંચું વળતર આપે તેમ છે. તેમ કહી વિશ્વાસ કેળવ્યો હતો.  બાદમાં ઘનશ્યામ સતાસીયાએ પોતાના મિત્ર દેવરાજ બઢિયાના કહેવાથી 15 દિવસ માટે  સારા વળતરની લાલચમા ફસાઇ રૂ.20 લાખ જેતપુર દેવા ગયા હતા. આ નાણાની મુદત પૂરી થતાં ઉઘરાણી કરતા વાયદાના અંતે અજાણ્યા શખસોએ વોટ્સએપ કોલ દ્વારા આ નાણાં ભૂલી જવાનું અથવા જાનથી હાથ ધોઈ નાખવાની ધમકી આપતા અંતે ઘનશ્યામ સતાસીયાએ દેવરાજ મેઘજી બઢિયા અને રણજીત દેવકુ વાંક સામે ભેસાણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક