મોરબી,
તા. 6: જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા જૂન, જુલાઈ અને ઓગસ્ટ-2026 દરમિયાન માર્ગ
અકસ્માતોમાં ઘટાડો લાવવા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બ્લેક સ્પોટ અને વલ્નરેબલ
સ્ટ્રેચ તરીકે ઓળખાયેલા લાલપર, રફાળેશ્વર, મકનસર, હરિપર સહિત 9 સ્થળોએ રોડ સેફ્ટી સાઇનેજ,
સ્પીડ કન્ટ્રોલ, રોડ માર્કિંગ, રિફ્લેક્ટિવ ડેલિનેટર અને સ્ટ્રીટ લાઇટિંગ સહિતના ટ્રાફિક
કોર્મિંગ મેઝર્સ અમલમાં મૂકાયા હતા. આરટીઓ વિભાગ દ્વારા નિયમભંગ બદલ અસરકારક વાહન ચાકિંગ
હાથ ધરાયું હતું. લાયસન્સ વિના 1,520, વિમા વિના 1,050, રોંગ સાઇડ 419, હેલ્મેટ વિના
118, ઓવરલોડ 487 અને ઓવર ડાયમેન્શનના 363 કેસમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત
આરટીઓ, પોલીસ અને 108ની ટીમ દ્વારા 20 શાળાઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમો
યોજાયા હતા. દરમિયાન હેલ્મેટ, સીટબેલ્ટ અને ટ્રાફિક નિયમોના પાલન અંગે માર્ગદર્શન અપાયું
હતું. પીએમ-રાહત યોજના હેઠળ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 220 અકસ્માત પીડિતોને સારવારનો
લાભ મળ્યો છે.