-માધાપર
ચોકડી પાસેથી ચોરી કરેલી બાઈક સાથે પોરબંદર પોલીસે યુવાનને ઝડપી પાડયો
પોરબંદર,
તા. 6: રાજકોટના માધાપર ચોકડી પાસેથી બાઈક ચોરી કરનાર પોરબંદરના યુવાનને ઉદ્યોગનગર
પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે ચોરીની બાઈક કબજે કરી રાજકોટ ગાંધીગ્રામ પોલીસને જાણ
કરી છે.
જુનાગઢ
રેન્જના ડીઆઈજી રાજેન્દ્રાસિંહ ચુડાસમા અને પોરબંદર એસપી ભગીરથાસિંહ જાડેજાની સૂચનાથી
વાહનચોરીના ગુનાઓ શોધવા પોલીસ પેટ્રાલિંગમાં હતી. દરમિયાન બાતમીના આધારે રિવરફ્રન્ટ
તરફથી નંબર પ્લેટ વગરની સીડી ડિલક્સ બાઈક લઈને આવતા અરૂણ ઉર્ફે ડેડો કિશોરભાઈ વાઘેલા
(ઉ.વ.21)ને રોકી તપાસ કરવામાં આવી હતી.
બાઈકના
દસ્તાવેજો ન હોવાથી પોલીસે પોકેટ કોપ એપથી તપાસ કરતાં બાઈકનો માલિક અલગ હોવાનું સામે
આવ્યું હતું. કડક પૂછપરછમાં અરૂણે બાઈક રાજકોટના માધાપર ચોકડી પાસેથી ચોરી કર્યાની
કબૂલાત આપી હતી. પોલીસે બાઈક કબજે કરી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાનો ભેદ
ઉકેલ્યો હતો. આરોપી પોરબંદર રિવરફ્રન્ટ ફૂટપાથ પાસે રહી મજૂરી કરતો હોવાનું પોલીસે
જણાવ્યું છે.