રાજકોટ:
નવિનચંદ્ર મણીલાલ સોઢા (નિવૃત્ત એગ્રીકલ્ચર ઓફિસર) (ઉ.95) તે ભુપેશભાઈ, વિજયભાઈ તથા
ધર્મેશભાઈ સોઢાનાં પિતાનું તા.4 ના રોજ અવસાન થયું છે. બેસણુ તા.8 ને ગુરુવારે સાંજે
4:30 થી 6 એસ્ટ્રોન સોસાયટી કોમ્યુ. હોલ, અમીન માર્ગ, રાજકોટ ખાતે રાખેલ છે.
મોરબી:
સ્વ.ભાનુશંકર હરિશંકર વ્યાસના પુત્ર ચંદ્રવદનભાઈ (ઉ.70) તે નરેશભાઈના ભાઈ તથા નીરવના
પિતાનું તા.4 ને રવિવારના રોજ અવસાન થયું છે. બેસણુ તા.8 ને ગુરુવારે સાંજે 4 થી 6,
સોમેશ્વર મહાદેવ મંદિર (નિવાસ સ્થાનની બાજુમાં), ગાયત્રીનગર, વાવડી રોડ, મોરબી ખાતે
રાખેલ છે.
ઉપલેટા:
રાજકોટ નિવાસી સુનિલભાઈ મગનલાલ દવે (ઉ.પપ) તે મનિષાબેનના પતિ તથા વંશિકાના પિતા અને
દિનેશભાઈ, ચંદુભાઈ, અનિલાબેન, રમાબેન, અરવિંદભાઈ, વર્ષાબેન અને દીપકભાઈના નાનાભાઈ તથા
રાજેશભાઈ જોશી અને દિલીપભાઈ જોશીના બનેવીનું તા.6 ના રોજ અવસાન થયું છે. બેસણુ તા.8
ને ગુરુવારે સાંજે ચાર થી છ સંતેશ્વર મંદિર, ગોવિંદનગર, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ
ખાતે છે.
રાજકોટ:
મૂળ કુતિયાણા હાલ રાજકોટ સુશીલાબેન ધીરજલાલ જામવેચા (ઉ.81) તે જયેશભાઈ અને અલ્કેશભાઈના
માતૃશ્રી તેમજ ઋત્વિક અને પ્રિયંકના દાદીનું તા.6 ના રોજ અવસાન થયું છે. પ્રાર્થનાસભા
તા.8 ને ગુરુવારે બપોરે 4 થી 6 શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્નપાર્ક મેઈન રોડ,
યુનિ. રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. ધોરાજીવાળા ધીનોજા પરિવારની પિયર પક્ષની સાદડી પણ
સાથે જ રાખવામાં આવી છે.
જૂનાગઢ:
ભદ્રબાળા રમાકાંત આચાર્ય (ઉં.85) તે જીતેન્દ્ર (જલેન્દુ), અર્ચના પ્રભાકર અંજારિયા,
વિરંચી આચાર્ય અને ગાર્ગી વિરલ વોરાના માતૃશ્રી તથા હેમા તથા ભાવનાના સાસુનું તા.પ
ના રોજ અવસાન થયું છે. ઉઠમણુ તા.8 ના સાંજે પ થી 6, અનંત ધર્માલય, માંગનાથ રોડ, જૂનાગઢ
ખાતે રાખેલ છે.
બોટાદ:
ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી સાડા ચારસો બ્રાહ્મણ જગદીશભાઈ અમૃતલાલ વ્યાસ (ઉ.86) મૂળ વતન
લાઠી વીરપુર હાલ બોટાદ તે મેહુલભાઈ વ્યાસ (પોસ્ટ ઓફિસ) ના પિતા, સ્વ.મહેન્દ્રભાઈ વ્યાસના
નાનાભાઈ, વિનોદભાઈ, સ્વ.દિનેશભાઈ વ્યાસ (અમદાવાદ) ના મોટાભાઈ, ઉજાસ મેહુલભાઈ વ્યાસના
દાદા, સતીશ, હિતેશ, અક્ષય, નયનના દાદા, સ્વ.રવિશંકર વૃજલાલ વ્યાસ (ચિત્રાવાવ) ના જમાઈનું
તા.6 ના રોજ અવસાન થયું છે. સાદડી તા.8 ને ગુરુવારે બપોરે 3 થી 6 અમી એપાર્ટમેન્ટ,
સ્વસ્તિક સોસાયટી, જૈન ઉપાશ્રય પાછળ, પાળીયાદ રોડ તેમના નિવાસ સ્થાને બોટાદ રાખેલ છે.
જામનગર:
રાજકોટ નિવાસી (હાલ જામનગર) હરિપ્રસાદ પોપટલાલ ત્રિવેદી (નિવૃત હેડ કલાર્ક, બાઈ સાહેબા
સ્કૂલ, રાજકોટ (ઉ.89) તે સ્વ.પ્રવીણચંદ્ર ત્રિવેદી (ગાંધીનગર), સ્વ.નરોત્તમલાલ ત્રિવેદી
(જામનગર) ના લઘુબંધુ તેમજ જીતેન્દ્રભાઈ અને યજ્ઞેશભાઈના કાકાનું તા.6 ના રોજ અવસાન
થયું છે. બેસણુ તા.8 ને ગુરૂવારે સાંજે પ થી 6, નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી કોલેજની
બાજુમાં, પંચવટી, જામનગર ખાતે રાખેલ છે.
રાજકોટ:
જેતપુર નિવાસી શશીકાંતભાઈ મોહનલાલ મહેતા (ઉં.86) જે વિરાજભાઈ, ચિરાગભાઈ અને વિશાલભાઈના
પિતા તેમજ નીતાબેન, કાજલબેન અને આઋષિબેનના સસરાનું તા.6 ના રોજ અવસાન થયું છે. ઉઠમણુ
તા.8 ને ગુરુવારે સવારે 10:30 વાગ્યે તેમજ પ્રાર્થનાસભા સવારે 11 વાગ્યે રોયલ પાર્ક
ઉપાશ્રય, ર-રોયલ પાર્ક, 1પ0’ રિંગ રોડ, ઈન્દિરા સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.
ભાટીયા:
કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામેથી મોર ઉછેર કેન્દ્રનું કેનેડી સહિત દર વર્ષ રપ0 થી
300 જેટલા અલગ-અલગ ગામમાં મોર કેન્દ્રોનું સંચાલન કરી અને મોર ઉછેર કેન્દ્રો ચલાવતા
નારણભાઈ કરંગીયાને વર્ષો સુધી મોર ઉછેર કેન્દ્રોમાં ચણ(જુવાર) નું દાન આપનાર મુંબઈ
સ્થિત દાનવીર સુંદરજીભાઈનું નિધન થયું છે. સુંદરજીભાઈ શાહ કેનેડી મોર ઉછેર કેન્દ્ર
સિવાય અનેક સ્થળોએ જીવદયા પ્રેમી તરીકે મોટા પ્રમાણમાં તેમના તરફથી દાન મળતું હતું.