આઇઝનકોટને
67 સાંસદનો ટેકો, નેતન્યાહુનું પદ જાળવવું મુશ્કેલ
તેલ
અવીવ, તા. 7 : ઇઝરાયલના નવા વડાપ્રધાન કોણ થશે તેનું એલાન આવતીકાલે રવિવારે રાષ્ટ્રપતિ
ઇશાક હર્ઝોગ કરશે.
સરકાર
રચવા માટે 61 સાંસદોનું સમર્થન જરૂરી છે. આઇઝનકોટના જોડાણને છ પક્ષના 67 સાંસદોએ સમર્થન
આપ્યું છે. વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ પાસે 46 સાંસદોનું સમર્થન છે. એ જોતાં મનાઇ
રહ્યું છે કે રાષ્ટ્રપતિ તેમને સરકાર રચવાનો પહેલો મોકો નહીં આપે.
ઇઝરાયલમાં
હજુ સુધી કોઇ પણ એક પક્ષને પૂર્ણ બહુમત નથી મળતો. એ જ કારણ છે કે, હંમેશાં જોડાણની
સરકારો બનતી રહી છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે, આઇઝનકોટ જોડાણને સમર્થન આપતા છમાંથી
ત્રણ યહુદી પક્ષો અરબ પક્ષો સાથે સરકાર બનાવવા માટે તૈયાર નથી.
આઇઝનકોટે
પણ ચૂંટણીથી પહેલાં જ અરબ પક્ષોને સરકારમાં સામેલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. બીજીતરફ
અરબ પક્ષોનું કહેવું છે કે, નેતન્યાહુને સત્તા પરથી હટાવવા માટે આઇઝનકોટનું સમર્થન
કરે છે.