સવારે
શોભાયાત્રા, રાત્રે મહાઆરતી, લેઝર શોથી રામાયણ, ડ્રોન શો સાથે દિવાળીની આગોતરી ઉજવણી...
અયોધ્યા,
તા. 7 : અંધારા ઉલેચાય અને પ્રકાશ પથરાય તેવા શુભ ભાવ સાથે દેશભરમાં ઉજવાતા પ્રકાશપર્વ
દિવાળીની પૂર્વસંધ્યાએ શનિવારે રાત્રે ‘રામનગરી’ અયોધ્યા વધુ એકવાર ઇતિહાસની સાક્ષી
બની હતી. સરયૂ નદીના કાંઠે રામ કી પૈડી સહિત 56 ઘાટ પર એક સાથે 30 લાખ દીવડા પ્રગટાવીને
નવો જ વિશ્વ વિક્રમ રચાયો હતો. નેતાઓ, રામભક્ત સમુદાયની સાક્ષીમાં 10મા દીપોત્સવ પર્વના
પ્રસંગે ભક્તિ, આસ્થા, ઉલ્લાસ, સંસ્કૃતિના સંગમથી અયોધ્યાનગરી ઉત્સવના રંગે રંગાઇ અને
દીવડાઓના, રોશનીના ઝગામગા અજવાસથી દીપી ઊઠી હતી. શનિવારની સવારે સાકેત મહાવિદ્યાલયથી
શ્રીરામ
રાજ્યભિષેક શોભાયાત્રાથી શરૂ થયેલો દીપોત્સવ રાત્રે 30 લાખ દીવડાની રોશની, સરયૂની મહાઆરતી,
ડ્રોન શો, લેઝર શો અને આતશબાજી સાથે પચકોષ્ઠા પર પહોંચી હતી.
રામ
કી પૈડી અને સરયૂ ઘાટ પર લેઝર શો દ્વારા બતાવાયેલી રામયણે ભારે આકર્ષણ જમાવ્યું હતું.
2100
ડ્રોન દ્વારા વિશેષ શો યોજાયો હતો, તો 147 ભક્તોએ સરયૂની મહાઆરતી પણ કરી હતી.
અગાઉ
અયોધ્યામાં લગભગ ત્રણ કલાક સુધી ફરેલી શોભાયાત્રાથી માર્ગો છલકાયા હતા, જેમાં 21 ઝાંખીઓના
માધ્યમથી રામાયણના સાત કાંડ દર્શાવાયા હતા.
દીપોત્સવ
પર્વની ભવ્યતાની સાથે મોહક રામનગરીની રોનક માણવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર સહિત
દેશભરમાંથી ભક્ત સમુદાય વિશાળા સંખ્યામાં ઉમટી પડયો હતો.
શોભાયાત્રા
દરમ્યાન 14 રાજ્યોના 500થી વધુ કલાકારોએ પોતાના પ્રદેશોની પરંપરાઓ અને લોક-સંસ્કૃતિઓની
ઝલક આપતી કલાત્મક પ્રસ્તુતિઓથી સૌ કોઇને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
રામકથા
પાર્કમાં ભગવાન શ્રીરામનો રાજ્યાભિષેક પ્રસંગ યોજાયો હતો. ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને
સૌથી પહેલાં પ્રભુ શ્રી રામને રાજતિલક કર્યું હતું.
ત્યારબાદ
રાજ્યપાલ આનંદબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ રાજતિલક કરીને આરતી ઉતારી હતી.
મંત્રોચ્ચાર,
શંખનાદ અને પ્રગટેલા દીવડાઓની કતારો વચ્ચે સરયૂ નદીના કાંઠે અદ્ભુત દૃશ્ય રચાયા હતા.
રંગીન રોશનીથી ઝગસેલા આકાશ દીવડાઓથી દીપી ઊઠેલી રામનગરીએ ફરી એકવાર વિશ્વને અયોધ્યાના આધ્યાત્મિક, સાંસ્કૃતિક વારસાનો સંદેશ આપ્યો હતો.
દેશને
હેપી દિવાલી; આજે પણ જવાનો સાથે ઊજવીશ : મોદી
નવી
દિલ્હી, તા. 7 : વડાપ્રધાન મોદીએ ઇન્સ્ટાગ્રામ પર રીલ શેર કરીને દેશવાસીઓને દિવાળીની
શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ સૈનિકો સાથે
દિવાળી ઊજવશે. જો કે, તેઓ ક્યાં જશે તેની માહિતી
આપી નહોતી.
2025માં
વડાપ્રધાન મોદીએ ગોવામાં આઇએનએસ વિક્રાંત પર
નૌકાદળના સૈનિકો વચ્ચે દિવાળી મનાવી હતી. ત્યાં લગભગ 40 મિનિટ સુધી તેમણે પ્રવચન કર્યું
હતું.
વડાપ્રધાને
કહ્યું હતું કે, નમસ્તે, દિવાળીનું પાવન પર્વ,
આખો દેશ રોશનીથી ઝગમગી રહ્યો છે. પ્રકાશનું આ પર્વ અંધકાર વિરુદ્ધ આપણા સંકલ્પનો
પરિચય છે. તમને બધાને દિવાળીની ખૂબ-ખૂબ શુભકામનાઓ. તમારો આવનારો સમય સુખ, શાંતિ અને
સમૃદ્ધિથી ભરપૂર રહે. હું પણ તમારી જેમ ખૂબ ઉત્સાહથી દિવાળી ઊજવું છું. તમે જાણો છો
કે, દર વર્ષે દેશના વીર જવાનો વચ્ચે જવાનો મારે નિત્યક્રમ છે. આ વખતે પણ જારી રાખીશ.
તમને બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ.