• મંગળવાર, 17 નવેમ્બર, 2026

ચોટીલામાં વાડીમાંથી 59 લાખનો ગાંજો ઝડપાયો

118 કિલો લીલો ગાંજો ઝડપાયો, 130 જેટલા છોડ કબજે; એ.એન.ટી.એફ.ની કાર્યવાહી

ચોટીલા, તા. 16:ચોટીલા પંથકમાં ખેતરોમાં અન્ય પાકની આડમાં નશીલા પદાર્થની ખેતી થતી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. રામપરા (ચોબારી) ગામની સીમમાં આવેલી વાડીમાંથી રાજકોટ ઝોનની સીઆઈડી ક્રાઈમની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એ રૂ.59 લાખની કિંમતનો 118 કિલો લીલો ગાંજો ઝડપી પાડયો છે. સ્થળ પરથી ગાંજાના આશરે 130 છોડ મૂળિયાં સહિત કબજે કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, એ.એન.ટી.એફ.ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચૌહાણને મળેલી બાતમીના આધારે ટીમે રામપરા ગામની સીમમાં દરોડો પાડયો હતો. તપાસ દરમિયાન ભરત માવજીભાઈ બાવળિયાની વાડીમાં ગાંજાનું વાવેતર કરાયું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી આરોપી સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ

ધરી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પાચવડા-ત્રબોડા વિસ્તારની સીમમાં ગાંજાના છોડ સળગાવાતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ ચર્ચા શમી નથી ત્યાં રામપરામાં ગાંજાની ખેતી ઝડપાતાં પંથકમાં નશાની ખેતીના નેટવર્ક અંગે અનેક સવાલો ઉઠયા છે. સ્થાનિક પોલીસના પેટ્રાલિંગ સામે પણ ચર્ચા શરૂ થઈ છે. એ.એન.ટી.એફ.ની આ કાર્યવાહીએ નશાની ખેતી સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક