• મંગળવાર, 17 નવેમ્બર, 2026

જૂનાગઢમાં કારમાંથી 14 લાખનો ગાંજો ઝડપાયો

ગાંજા સાથે ત્રણ ઝડપાયા, ત્રણ ફરાર; કાર, મોબાઈલ અને રોકડ સહિત રૂ.16.12 લાખનો મુદ્દામાલ કબજે

જૂનાગઢ, તા. 16: જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં ગાંજાની હેરાફેરીનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે અલ્ટો કારમાંથી 15 પાર્સલમાં ભરેલો 29.634 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો. આ જથ્થાની કિંમત રૂ.14.81 લાખ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ત્રણ શખસને ઝડપી લઈ કુલ રૂ.16.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસની તપાસમાં ઇલ્યાસ અલી મકરાણી, ઈમ્તિયાઝ અબ્દુલ સમા અને વારીસખાન મહેબૂબ પઠાણની સંડોવણી સામે આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ, આમીર અલી મકરાણી બહારથી ગાંજો મંગાવી પોતાના માણસો મારફતે છૂટક વેચાણ કરાવતો હતો. ગાંજાનો જથ્થો કેમ્બ્રિજ સોસાયટીમાં રહેતા વારીસખાનને સાચવવા માટે આપવામાં આવ્યો હતો. દરોડાની ગંધ આવતાં ત્રણેય અલ્ટો કારમાં જથ્થો ખસેડી રહ્યા હતા ત્યારે એસઓજીએ તેમને ઝડપી લીધા હતા. પોલીસે કાર, ત્રણ મોબાઈલ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે આમીર અલી મકરાણી, અલ્તાફ ભીખુદ્દીન મકરાણી અને મુસ્તાક મીયા કાદરી સહિત છ શખસ સામે એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્રણ આરોપીઓ ફરાર હોવાથી તેમની શોધખોળ ચાલુ છે.

ઇ-પેપરના નવા શુલ્ક