સતત મેચો અને મુસાફરીના થાક અંગે કેપ્ટને બળાપો કાઢયો
નવી
દિલ્હી, તા.16: ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણી 3-1થી જીત્યા બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ
અય્યરે સતત મેચો અને મુસાફરીના થાક અંગે બળાપો કાઢયો છે. તેણે કહ્યું કે, અમે કોઈ રોબોટ
કે મશીન નથી, પરંતુ માણસ છીએ. આ સાથે તેણે બેટ્સમેનોના પ્રદર્શન અંગે ગંભીરની ચિંતા
સાથે અસહમતી પણ દર્શાવી છે.
પ્રેસ
કોન્ફરન્સમાં બેટ્સમેનોનો બચાવ કરતા અય્યરે સ્પષ્ટ કર્યું કે, ન્યૂઝીલેન્ડની પિચોની
તુલના દક્ષિણ આફ્રિકા સાથે ન કરી શકાય, કારણ કે બંને દેશોનું વાતાવરણ અને પરિસ્થિતિઓ
સાવ અલગ છે. તેમના મતે, શ્રેણીમાં પિચો સંપૂર્ણપણે બોલરોને અનુકૂળ રહી હતી, જેના કારણે
બંને ટીમોના બેટ્સમેનોને સંઘર્ષ કરવો પડયો. અય્યરે ભારપૂર્વક કહ્યું કે તેમનો મુખ્ય
ઉદ્દેશ્ય શ્રેણી જીતવાનો હતો, જે હાંસલ થઈ ગયો છે, તેથી તેઓ અન્ય નાની બાબતો પર વધુ
ધ્યાન આપતા નથી.
શોર્ટ
બોલ સામેની નબળાઈ અંગે ઉઠતા સવાલો વચ્ચે તેણે જણાવ્યું કે વિદેશી પ્રવાસમાં સેન્ટર
વિકેટને બદલે ખુલ્લા નેટ્સમાં પ્રેક્ટિસ કરવાથી બોલની મૂવમેન્ટનો અંદાજ લગાવવો મુશ્કેલ
બને છે. ઉપરાંત, સતત મેચો અને મુસાફરીના થાકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમે કોઈ રોબોટ
કે મશીન નથી, પરંતુ માણસ છીએ. ચોથી વન-ડેમાં મળેલી કારમી હાર અંગે અય્યરે કહ્યું કે
ટીમે તે ખરાબ દિવસને તરત જ ભુલાવી દીધો હતો અને મેટ હેનરીની ઘાતક બાલિંગને જીતનો પૂરો
શ્રેય મળવો જોઈએ.