• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

ગોંડલ: ટ્રકની અડફેટે બાઈક ચાલક શ્રમિકનું મૃત્યુ યુવાનના મૃત્યુથી 3 સંતાને પિતાની છત્રછાયા ગુમાવી

ગોંડલ, તા.18:  ગોંડલ તાલુકાના સુલતાનપુર-અમરનગર રોડ પર પૂરઝડપે દોડતા ટ્રકે બાઈકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલક શ્રમિક યુવાનનું ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે લલીતભાઈ પુનાભાઈ ગોંડલીયાની વાડીએ રહી મજૂરીકામ કરતા ભાદાભાઈ જમરે ગત તા.16ના પોતાનું બાઈક લઈને સુલતાનપુર ગામથી પોતાના શેઠની વાડી તરફ જઈ રહ્યા હતા. દરમિયાન સુલતાનપુર-અમરનગર રોડ પર અમરનગર તરફથી પૂરઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે ભાદાભાઈના બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતની જાણ થતાં તેમના પત્ની કાવીબાઈના અન્ય ભાઈ પાચ્યાભાઈએ ભાદાભાઈને જેતપુર સરકારી દવાખાને ખસેડયા હતા પરંતુ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી ફરજ પરના તબીબે ભાદાભાઈને મૃત જાહેર કર્યા હતા.

ભાદાભાઈના મૃત્યુથી તેમના ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા શ્રમિક પરિવારમાં શોક છવાયો હતો. મૃતકનાં પત્નીની ફરિયાદના આધારે સુલતાનપુર પોલીસે ટ્રક  ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ છે.

ઇ-પેપરના નવા શુલ્ક