રામકૃષ્ણ
આશ્રમનો કથામાં આધ્યાત્મિક સહયોગ રહેશે.
પ્રજાલક્ષી
પત્રકારત્વની સાથે સામાજિક નિસબતથી સક્રિય સૌરાષ્ટ્ર ટ્રસ્ટ શિક્ષણ ક્ષેત્રે શરૂ કરી રહ્યું છે એક અવિરત યજ્ઞ
સૌરાષ્ટ્રની
વિચારધારા ફૂલછાબ દ્વારા સૌરાષ્ટ્રના વાચકોને કથા રસપાન માટે ભાવભર્યું નિમંત્રણ
રાજકોટ,તા.18 ઃ રાજકોટના આંગણે 2027ના વર્ષના આરંભે શ્રી મોરારિબાપુના મુખે રામકથાનું આયોજન થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રનું લોકપ્રિય, લોકલક્ષી એવું 106 વર્ષ જુનું વર્તમાનપત્ર ફૂલછાબ આયોજન કરી રહ્યું છે. ફૂલછાબ આયોજિત આ રામકથા સૌરાષ્ટ્ર ટ્રસ્ટ- જન્મભૂમિ અખબાર જૂથની રામકથા છે. દેશની સ્વતંત્રતાના સમયથી સમાજને સમર્પિત વર્તમાનપત્ર જૂથ સમાંતરે જનજાગૃતિનું કામ કરતું આવ્યું છે. કુદરતી કે માનવ સર્જિત આપદા વખતે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ-ફૂલછાબ અડીખમ ઊભાં રહ્યાં છે. રામકૃષ્ણ મિશન-રાજકોટને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે, તે નિમિત્તે આ સંસ્થા પણ કથામાં જોડાઈ રહી છે. આ કથાના કાર્યાલયનું ઉદઘાટન તા.20 નવેમ્બરે રાજકોટના મેયર ડો.નેહલ શુક્લના હસ્તે થશે.
આ અવસરે સાંસદ પરસોત્તમ રુપાલા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટિલાળા, ઉદય કાનગડ, જાણીતા શિક્ષણવિદ ડો.િનદ્દત બારોટ, ડો.હેમાંગ વસાવડા, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ભાજપના સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
આ સંદર્ભે આજે આયોજીત પત્રકાર પરિષદમાં ફૂલછાબના તંત્રી જ્વલંતભાઈ છાયા અને મેનેજર નરેન્દ્રભાઈ ઝીબાએ જણાવ્યું હતું કે 2025 ની બીજી ઓક્ટોબરે ફૂલછાબ એવોર્ડ સમારોહમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનાજિંગ ટ્રસ્ટીએ પોતાના વક્તવ્યમાં મોરારિબાપુને એક રામકથા ફૂલછાબને આપવા અનુરોધ કર્યો હતો. બાપુએ ત્યારે જ તેનો સ્વીકાર કર્યો હતો. જૂન ર0ર6માં મોરારિબાપુએ રાજકોટમાં ફૂલછાબની રામકથાની તારીખ પણ આપી દીધી હતી. આ રામકથા તા.9 જાન્યુઆરીને શનિવારથી 17 જાન્યુઆરી 2027ને રવિવાર દરમિયાન રેસકોર્સ ખાતે યોજાશે. કથા બાદ દરરોજ ભોજન પ્રસાદ હોય તે તો મોરારિબાપુની રામકથાની પરંપરા છે. કથાની સાથે જ સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેની વિગતો હવે જાહેર થશે. કથા પૂર્વે દરરોજ એક વક્તાનું વક્તવ્ય પંદર મિનિટ માટે રાખવાનું આયોજન છે. ગુજરાતના નામાંકિત વક્તાઓ શિક્ષણ-કેળવણીના આધુનિક પ્રવાહ, ભારતીય પરંપરા સહિતના વિષયો પર વક્તવ્ય આપશે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે પરંપરા અને પ્રગતિના સેતુ સમાન એક વિશેષ પ્રકલ્પ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ હાથ ધરી રહ્યું છે જેનું નામ વિદ્યાવૃક્ષ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાંમાં શિક્ષણનો વ્યાપ, તેને લગતી આધુનિક સુવિધા-સવલતોની શરુઆત સહિતની બાબતોનો સમવેશ થાય છે. રુ.9000 કરોડના
અંદાજિત બજેટના આ પ્રકલ્પ માટે સમાજના શ્રેષ્ઠીઓને પણ જોડાવા માટે ટ્રસ્ટ આહ્વાન કરશે. અંતરિયાળ વિસ્તારમાં પણ બાળકોને એઆઈ જેવી આધુનિક પદ્ધતિનો લાભ મળે તે આ પ્રકલ્પનો મુખ્ય હેતુ છે. આ પરિયોજના સૌરાષ્ટ્ર ટ્રસ્ટની છે. આજીવન વ્યાપક સ્વરુપે એક શિક્ષકની ભૂમિકામાં કામ કરતા મોરારિબાપુની રામકથા પણ એક પ્રકારે લોકશિક્ષણનું માધ્યમ છે. તેથી શિક્ષણના આ પ્રકલ્પનો આરંભ આ કથાથી થશે. સૌ ટ્રસ્ટીગણના માર્ગદર્શનમાં ફૂલછાબ, જન્મભૂમિ અને કચ્છમિત્ર અખબારની ટીમ, વિવિધ સહયોગી સંસ્થાઓ તૈયારી કરી રહી છે.