બુમરાહને
વર્લ્ડ કલાસ ફાસ્ટ બોલર બતાવ્યો
વેલિંગ્ટન,
તા.18: ભારત વિરુદ્ધના પ્રથમ ટેસ્ટની પૂર્વ સંધ્યા પર કિવિ કેપ્ટન ટોમ લાથમે સ્પષ્ટ
કર્યું છે કે તેની ટીમ ત્રણ નિયમિત ઝડપી બોલર અને એક ઓલરાઉન્ડર સાથે ઉતરશે. તેણે કહ્યું
ટીમ પાસે સારા ઝડપી બોલર છે અને વર્કલોડને ધ્યાને રાખીને બોલિંગ સયોજનમાં ફેરફાર થતા
રહેશે.
મેચ
અગાઉની પત્રકાર પરિષદમાં કિવિ કપ્તાન લાથમે કહ્યું કે તેની ટીમ હાલ પૂરી શ્રેણી પર
વિચારવાના બદલે પ્રથમ ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અમારા તમામ ખેલાડી ફિટ
છે. આથી પહેલેથી એક નિશ્ચિત કરવું મુશ્કેલ છે કે કોણ ખેલાડી રમશે અને કોણ નહીં રમે.
અમે પરિસ્થિતિ અનુસાર ટીમ સંયોજન તૈયાર કરશું.
લાથમે
કહ્યું અમે ડબ્લ્યૂટીસી પોઇન્ટ ટેબલ પર નહીં અમારા દેખાવ પર ફોકસ કરી રહ્યા છીએ. અમે
અમારા અંદાજમાં ક્રિકેટ રમશું અને જીતના સર્વશ્રેષ્ઠ મોકા બનાવવા માટે કોશિશ કરશું.
આ તકે લાથમે સ્વીકાર્યું કે બુમરાહ અમારા બેટધરો માટે મોટો પડકાર બની રહેશે. તે વર્લ્ડ
કલાસ ફાસ્ટ બોલર છે. બોલને બન્ને તરફ મૂવ કરાવવાની અને દબાણ વચ્ચે પ્રભાવી પ્રદર્શન
કરવાની તેની પાસે ક્ષમતા છે. લાથમે કહ્યંy કે ટેસ્ટ શ્રેણીમાં અમને સારી શરૂઆત કરવાનો
વિશ્વાસ છે.