ભૂલથી સીમા
પાર કરી
ગયેલા જવાનને
વાતચીત પછી
સુરક્ષિત પરત
લવાયો
નવી દિલ્હી,
તા.18ઃ
બાંગ્લાદેશે એક
મોટા દુઃસાહસમાં
મેઘાલયનાં જવાઈ
વિસ્તારમાં એક
બીએસએફ જવાન
કથિત રીતે
અજાણતા સરહદ
પાર કરીને
બાંગ્લાદેશમાં પ્રવેશી
ગયો હતો.
ત્યાં બાંગ્લાદેશ
બોર્ડર ગાર્ડ(બીજીબી)એ
તેને પકડી
લીધો હતો
અને મોટર
સાઈકલ ઉપર
તેને ઉઠાવી
જઈને હિરાસતમાં
રાખવામાં આવ્Îો
હતો. જો
કે, બન્ને
દેશનાં સીમા
સુરક્ષાદળનાં અધિકારીઓ
વચ્ચે વાતચીત
અને બેઠક
બાદ આ
જવાનને સુરક્ષિત
ભારત પરત
લાવવામાં આવ્યો
હતો. આ
ઘટના મંગળવારે
બપોરે આશરે
12 વાગ્યા આસપાસ
બની હતી.
બીએસએફનો જવાન
મેઘાલયનાં જવાઈ
વિસ્તારમાં તૈનાત
હતો અને
આ વિસ્તાર
બાંગ્લાદેશનાં સિલહટ
જિલ્લા સાથે
જોડાયેલો છે.
ત્યાં આંતરરાષ્ટ્રીય
સીમાએ વાડાબંધી
થયેલી નથી.
ભૂલથી સીમા
પાર કરી
ગયેલા ભારતીય
જવાનને બીજીબીનાં
બે જવાન
મોટર સાઈકલમાં
બેસાડીને ઉઠાવી
જતાં હોય
તેવો એક
વિડીયો પણ
સોશિયલ મીડિયામાં
વાયરલ બન્યો
હતો. અમુક
વિડીયોમાં કેટલાક
સ્થાનિક લોકો
ભારતીય જવાન
સાથે ધક્કામુક્કી
કરતાં પણ
જોવા મળ્યા
હતાં. તે
વખતે ભારતીય
જવાન પાસે
વોકીટોકી હતું
અને તેનાં
ઉપર તેણે
પોતાની ટીમને
એલર્ટ પણ
કરી હતી.
આ વિડીયો
સોશિયલ મીડિયામાં
ફરતા થયા
બાદ બીએસએફ
દ્વારા તેનું
સંજ્ઞાન લેવાયું
હતું અને
બન્ને તરફનાં
અધિકારીઓ વચ્ચે
વાતચીત પછી
સાંજે ભારતીય
જવાનને સુરક્ષિત
પરત લાવવામાં
આવ્Îો
હતો.