• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

રશિયામાં મોટી વિમાન દુર્ઘટના ઃ આગ લાગ્યા પછી ધડાકાભેર તૂટી પડÎું

માલવાહક વિમાનમાં સવાર તમામ 19 લોકોનાં મૃત્યુ

નવી દિલ્હી, તા.18ઃ રશિયાનાં કેમેરોવો ક્ષેત્રમાં મંગળવારની રાતે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. એંટોનોવ એએન-12 માલવાહક વિમાન ઉડાન દરમિયાન તૂટી પડÎું હતું અને તેમાં સવાર તમામ 19 લોકોનાં મૃત્યુ થયા હતાં.

પ્રત્યક્ષદર્શી અને સ્થાનિક મીડિયાનાં અહેવાલો અનુસાર આ વિમાનની ઉડાન દરમિયાન અચાનક આગ લાગી ગઈ હતી. જેનાં કારણે વિમાન ઉપરથી પાયલટ નિયંત્રણ ગુમાવવા લાગ્Îો હતો અને વિમાન ઝડપથી જમીન ઉપર ધસી પડÎું હતું. જમીન સાથે ટકરાતાની સાથે જ વિમાનમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં વિમાન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું.

આ વિમાન સાઈબેરિયાનાં નોવોસિબિર્સ્કથી ક્રાસ્નોયાર્સ્ક ક્રાઈનાં કાંસક તરફ જઈ રહ્યું હતું. કેમેરોવો ક્ષેત્રનાં ગવર્નર ઈલ્યા સેરેડÎૂકે જણાવ્યું હતું કે, વિમાનનાં ચાલકદળે છેલ્લી ઘડી સુધી વિમાનને રહેણાક વિસ્તારથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. જેથી જમીન ઉપર રહેતા લોકોને આ અકસ્માતની ચપેટમાં આવી જતાં બચાવી શકાય.

ઇ-પેપરના નવા શુલ્ક