• સોમવાર, 23 નવેમ્બર, 2026

અમરદડની 15 વર્ષની સગીરાના અપહરણ બાદ દુષ્કર્મ

            ખાપટ રહેતા પરિણીત શખસ સામે નોંધાયો ગુનો

પોરબંદર, તા.21:  અમરદડની 15 વર્ષની સગીરાના અપહરણ બાદ દુષ્કર્મ ગુજારાતા ખાપટ રહેતા પરિણીત શખસ સામે ગુનો નોંધાયો છે.

બનાવની વિગત એવી છે કે અમરદડ ગામે રહેતી 15 વર્ષની સગીરાનું ખાપટ ગામે રહેતો સંજય એભા વાઘેલા નામનો શખસ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે તા.16-11ના રાત્રે સાડા અગિયારથી તા.17-11ના ચાર વાગ્યા દરમિયાન કોઇપણ સમયે અપહરણ કરીને ભગાડીને લઇ ગયો હતો તથા સંજયના ભાઇ રાજેશના સસરા અંજાર ખાતે રહે છે ત્યાં લઇ જઇને સંજય વાઘેલાએ આ 15 વર્ષની તરુણી ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હતું. બનાવની જાણ થતા પરિવારના સભ્યો ચિંતાતુર થઇ ગયા હતા અને તપાસના અંતે સગીરાનું અપહરણ કરી જનાર સંજય વાઘેલા સામે પોકસો એકટ સહિતની કલમો હેઠળળ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરોપી સંજય પરિણીત છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક