રાંધણગેસની
માગમાં આવી સુસ્તી : ઘરેલું ગ્રાહકો પણ ઘટયા
નવીદિલ્હી,
તા.22 : ભારતની ઓઇલ અને ગેસની આયાત ઓક્ટોબર માસમાં 60 ટકા વધીને 16 અબજ અમેરિકી ડોલર
જેટલી થઈ હતી. જો કે તેની સામે રાંધણગેસની માગમાં આ સમયગાળામાં સુસ્તી પણ જોવા મળી
હતી.
પેટ્રોલિય
મંત્રાલયનાં આંકડા અનુસાર બ્રેંટ ક્રૂડ ઓઇલની સરેરાશ કિંમત વાર્ષિક આધારે આશરે બમણી
124.77 ડોલર પ્રતિ બેરલ ઉપર પહોંચવાનાં કારણે આયાત બિલમાં વધારો થયો છે. ઓક્ટોબર
202પમાં ચોખ્ખું આયાત બિલ 10 અબજ ડોલર હતું. જો કે ઓઇલનાં પ્રમાણનાં હિસાબે વાત કરવામાં
આવે તો આયાત માત્ર 11 ટકા વધીને 2.33 કરોડ ટન રહી હતી જ્યારે એલએનજી આયાત ઉપર 1.3 અબજ
ડોલર ખર્ચ થયા અને પેટ્રો પેદાશોની નિકાસથી 6.3 અબજ ડોલરની કમાણી પણ આ ગાળામાં થઈ છે.
એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે ચોખ્ખું આયાત બિલ વધીને 97.7 અબજ ડોલરે પહોંચ્યું હતું.
જે
એક વર્ષ પહેલા આ સમયગાળામાં 70.3 અબજ ડોલર હતું. સરકારી આંકડા અનુસાર એલપીજીની ખપત
ઓક્ટોબરમાં 12.3 ટકા અને એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે 15.1 ટકા ઘટી હતી. તા.1 નવેમ્બરે સક્રિય
ઘરેલું એલપીજી ગ્રાહકોની સંખ્યા 32.6 કરોડ હતી. જે એપ્રિલના 33.4 કરોડથી ઓછી છે. ઓક્ટોબરમાં
ઘરેલું રાંધણગેસનું સરકારી વેચાણ 11.8 ટકા અને જથ્થાબંધ એલપીજી વેચાણ 49.1 ટકા ઘટી
ગઈ હતી. તેનાથી વિપરિત ઓટો એલપીજી વેચાણમાં 23.9 ટકાનો વધારો થયો છે.