કુલ
108 છક્કા સાથે મેક્કયુલમથી આગળ થયો : હવે ફક્ત સ્ટોકસની જ પાછળ
વેલિંગ્ટન
તા.22: ઋષભ પંતે પોતાની નવમી સદી ફટકારીને વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી છે. તે સાઉથ આફ્રિકા,
ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા (સેના દેશ)માં ટેસ્ટ સદી કરનારો એશિયાનો પહેલો
વિકેટકીપર-બેટર બન્યો છે. આ ઉપલબ્ધિ સાથે સેના દેશોમાં સદી કરનારો ભારતનો છઠ્ઠો બેટસમેન
બન્યો છે. આ પહેલા સચિન તેંડુલકર, મોહમ્મદ અઝહરૂદીન, રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી અને
કેએલ રાહુલ આ રેકોર્ડ બનાવી ચૂકયા છે. ઋષભ પંતે ઈંગ્લેન્ડમાં 4 અને દ. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા
અને ન્યુઝીલેન્ડમાં 1-1 સદી કરી છે.
ઋષભ
પંતે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છક્કા ફટકારવાના મામલે બીજા ક્રમે આવી ગયો છે. પંતના
હવે 108 છક્કા છે. તેનાથી આગળ માત્ર બેન સ્ટોકસ છે. તેણે 138 છક્કા ફટકાર્યાં છે. આજે
પોતાની શતકીય ઈનિંગ દરમિયાન 6 છક્કા ફટકારીને પંત ન્યુઝીલેન્ડના પૂર્વ કપ્તાન બ્રેંડન
મેક્કયુલમ (107)થી આગળ થયો હતો. પંતની પ્રતિ
દડા છક્કા મારવાની સરેરાશ સૌથી સારી છે. તેણે પ્રતિ 47.93 દડામાં છક્કા ફટકાર્યોં છે.
આ સામે સ્કોટસની સરેરાશ 90.0પ અને મેક્કયુલમની 93.39 દડા છે. આ સૂચિમાં ગિલક્રિસ્ટ
100 છક્કા સાથે ચોથા નંબર પર છે. તેની પ્રતિ દડા સરેરાશ 67.92 રહી છે.