• સોમવાર, 23 નવેમ્બર, 2026

‘ફેંસલાની આલોચના થઈ શકે, નિર્ણય કરનાર સંસ્થાની નહીં’

            સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું, બંધારણીય સંસ્થાઓને નિશાન બનાવવાનું ટાળવું જોઈએ

નવીદિલ્હી,તા.22: ભારતનાં પ્રમુખ ન્યાયધીશ(સીજેઆઈ) જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું હતું કે, લોકતંત્રમાં લોકોને બંધારણીય સંસ્થાઓનાં નિર્ણયો, ફેંસલાની આલોચના કરવાનો પૂરો અધિકાર છે પણ તેમણે સંસ્થાઓને નિશાન બનાવવાનું ટાળવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, કોઈ ફેંસલા સાથે અસહમતિ અને તે નિર્ણય લેનારી સંસ્થા ઉપર સવાલ ઉઠાવવો, બન્ને અલગ બાબત છે. સીજેઆઈ સૂર્યકાંત આજે હિમાચલ પ્રદેશનાં ધર્મશાલામાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનાં દીક્ષાંત સમારોહને સંબોધતા આવું બોલ્યા હતાં.

કાર્યક્રમ દરમિયાન છાત્રો સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, લોકો અવાર-નવાર કોઈ નિર્ણય અને તેને લેનારી સંસ્થનો ફર્ક નથી કરી શકતાં. આવું કરવાથી તે સંસ્થાઓ ઉપર લોકોનો ભરોસો કમજોર થઈ શકે છે. જે લોકતંત્રને ચલાવવા માટે જરૂરી છે.

દીક્ષાંત સમારોહમાં સીજેઆઈ સૂર્યકાંતે છાત્રોને સફળતાનો મંત્ર પણ આપ્યો હતો. તેમણે હિમાલયનાં પહાડોનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે, મંઝિલ સુધી પહોંચવાનો માર્ગ કાયમ સીધો નથી હોતો. તેથી લક્ષ્ય પામવા માટે ધીરજ જરૂરી છે. કોઈ વ્યક્તિ એકલો પહાડ નથી ચઢી શકતો. એવી જ રીતે જીવનમાં આગળ વધવા માટે પણ બીજાનો સાથ અને સહયોગ જરૂરી હોય છે.

ઇ-પેપરના નવા શુલ્ક