• સોમવાર, 23 નવેમ્બર, 2026

પાકિસ્તાનના 313 રનના જવાબમાં ઇન્ડિયા અ ટીમનો સંઘર્ષ

અભિષેક શર્મા ઝડપી 70 રન કરી આઉટ: મેચમાં બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે ગરમા-ગરમી

દોહા તા.22: એશિયા કપ રાઇઝીંગ સ્ટાર્સ વન ડે ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન એ ટીમ વિરૂધ્ધ 314 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા ભારતીય એ ટીમ ભીંસમાં મુકાઈ હતી. 28 ઓવરમાં ભારતીય એ ટીમે 146 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. અભિષેક શર્માએ 42 દડામાં 6 ચોક્કા-6 છક્કાથી 70 રનની ઝડપી ઈનિંગ રમી હતી. વૈભવ સૂર્યવંશી 11, કુમાર કુશાગ્ર 2 અને રિંકુ સિંહ 6 રને આઉટ થયા હતા. આયુષ બદોની ઝીરોમાં આઉટ થયો હતો. મેચમાં ટોસ સમયે અને રમત દરમિયાન બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે સારી ગરમાગરમી જોવા મળી હતી.

આ પહેલા પાકિસ્તાન એ ટીમના 49.2 ઓવરમાં 313 રને ઓલઆઉટ થઇ હતી. પાક. એ ટીમ તરફથી ત્રણ બેટધરે અર્ધસદી કરી હતી. માજ સદાકતે 63 દડામાં 6 ચોક્કા-1 છક્કાથી પ9, હસન નવાઝે 82 દડામાં પ ચોક્કા-4 છક્કાથી 79 રન અને ફરહાન યુસુફે 48 દડામાં 4 ચોક્કા-2 છક્કાથી પ6 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય શમાઇલ હુસેને 33, કપ્તાન અબ્દુલ સમદે 28 અને મોહમ્મદ રંધાવાએ 23 રન બનાવ્યા હતા. ભારતીય એ ટીમ તરફથી હર્ષિત રાણાએ 70 રનમાં 2, પ્રિંસ યાદવે 60 રનમાં2, સૂર્યાંશ શેગડેએ પપ રનમાં 2 અને વિપ્રજ નિગમે 46 રનમાં 2 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક