પ્રથમ
ટેસ્ટના આજે અંતિમ દિવસે વિજય માટે ભારતને 8 વિકેટની જરૂર : ન્યુઝીલેન્ડના બીજા દાવમાં
2 વિકેટે 119 : હજુ 233 રન પાછળ
પંતની સદીથી ભારતે 9 વિકેટે 720 રન કરી
352 રનની મોટી સરસાઇ મેળવી
વેલિંગ્ટન
તા.22: વિદેશી ધરતી પોતાનો સૌથી મોટો સ્કોર નોંધાવીને ભારતે પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડને
ભીંસમાં લીધું છે. મેચના ચોથા દિવસે ભારતીય ટીમે તેનો પહેલો દાવ 9 વિકેટે 720 રનનો
મોટો સ્કોર બનાવીને ડિકલેર કર્યોં હતો. ભારતને 3પ2 રનની મોટો સરસાઇ મળી હતી. આ પછી
ન્યુઝીલેન્ડના બીજા દાવમાં 2 વિકેટે 119 રન થયા હતા. આથી તે ભારતથી હજુ 233 રન પાછળ
છે. મેચના આખરી દિવસે ટીમ ઇન્ડિયા પાસે વિજયની સારી તક છે. બીજી તરફ કિવિઝ ટીમે મેચ
બચાવવા ભારતની બોલિંગ સામે સંઘર્ષ કરવો પડશે. ભારત તરફથી કેએલ રાહુલ બાદ આજે ઋષભ પંતે
પણ શાનદાર સદી ફટકારી હતી. ભારતે 9 વિકેટે 720 રન ખડકીને વિક્રમોની વણઝાર રચી છે.
ન્યુઝીલેન્ડ
વિરૂધ્ધનો 9 વિકેટે 720 રનનો સ્કોર ભારતીય ટીમનો ઓવરઓલ ત્રીજો સૌથી મોટો સ્કોર છે.
જયારે ન્યુઝીલેન્ડની ધરતી પર કોઇ પણ ટીમનો
સૌથી મોટો સ્કોર છે. ન્યુઝીલેન્ડ સામે ઓવરઓલ પણ ભારતનો 9 વિકેટે 720 રનનો સ્કોર સૌથી
મોટો છે. અગાઉ 31 વર્ષ અગાઉ વેસ્ટ ઈન્ડિઝ ટીમે 199પમાં પ વિકેટે 660 રન બનાવી દાવ ડિકલેર
કર્યોં હતો. ભારતીય ટીમનો ઓવરઓલ સૌથી મોટો સ્કોર 7 વિકેટે 7પ9 રન છે. જે 2016માં ઈંગ્લેન્ડ
વિરૂધ્ધ ચેન્નાઇમાં
બનાવ્યો
હતો.
ન્યુઝીલેન્ડ
સામે આજે મેચના ચોથા દિવસે ભારત તરફથી વિકેટકીપર ઋષભ પંતે તેની નવમી ટેસ્ટ સદી ફટકારી
હતી. તે 1પ3 દડામાં 10 ચોકકા અને 10 છક્કાથી 128 રન બનાવી આઉટ થયો હતો. આ સિવાય નાઇટ
વોચમેન અંશુલ કમ્બોજે પણ કિવિ બોલરોને હંફાવીને 38 રન કર્યાં હતા. જયારે ધ્રુવ જુરેલે
79 દડામાં 7 ચોક્કા-1 છક્કાથી 78 રનની આકર્ષક ઇનિંગ રમી હતી. સુંદર 24 અને આકાશદીપ
13 રને આઉટ થયા હતા. બુમરાહ 7 રને નોટઆઉટ રહ્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલપ્સિને
3 અને રચિન રવીન્દ્રને 2 વિકેટ મળી હતી. જેકોબ ડફી ન્યુઝીલેન્ડનો સૌથી ખર્ચાળ બોલર
બન્યો હતો. તેણે 33 ઓવરમાં 201 રન આપ્યા હતા અને 1 વિકેટ મળી હતી.
બીજા
દાવમાં પણ કિવિઝ કેપ્ટન ટોમ લાથમ ઝીરોમાં બુમરાહનો શિકાર બન્યો હતો. તે બન્ને ઈનિંગમાં
ઝીરોમાં આઉટ થયો હતો. જયારે પહેલા દાવમાં 17પ રનની અણનમ ઈનિંગ રમનાર હેનરી નિકોલ્સ
31 રને આઉટ થયો હતો. ડવેન કોન્વે પ9 અને રચિન રવીન્દ્ર 27 રને નોટઆઉટ રહ્યા હતા. આથી
ન્યુઝીલેન્ડના 4પ ઓવરમાં 2 વિકેટે 119 રન થયા હતા.