• સોમવાર, 23 નવેમ્બર, 2026

શરૂઆતની 7 વિકેટમાં 50 પ્લસ ભાગીદારીનો ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ

વેલિંગ્ટન, તા.22 : ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે 9 વિકેટે 720 રન ખડકી પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો. આ દરમિયાન ભારતીય ટીમે એક વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં એક ઇનિંગમાં પહેલી સાત વિકેટમાં પ0 કે તેથી વધુ રનની ભાગીદારી કરનારી ભારત વિશ્વની પહેલી ટીમ બની છે.

ભારત તરફથી યશસ્વી અને રાહુલ વચ્ચે પહેલી વિકેટમાં 130 રનની ભાગીદારી, બીજી વિકેટમાં રાહુલ અને પડીક્કલ વચ્ચે બીજી વિકેટમાં 16પ રનની, ત્રીજી વિકેટમાં રાહુલ-ગિલ વચ્ચે 91 રનની, ચોથી વિકેટમાં ગિલ-પંત વચ્ચે 100 રનની, પાંચમી વિકેટમાં પંત-કમ્બોજ વચ્ચે 68 રનની છઠ્ઠી વિકેટમાં પંત-જુરેલ વચ્ચે 7પ રનની અને સાતમી વિકેટમાં જુરેલ-સુંદર વચ્ચે પ4 રનની ભાગીદારી થઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક