મોરબી,
તા.24: મોરબીની મહિલાએ સોશિયલ મીડિયામાં રીલ્સ અને ફોટો જોઇને સુરતથી સસ્તા સાડી અને
ડ્રેસ ઓર્ડર માટે રૂ.4 લાખનું પેમેન્ટ કર્યું હતું. જે રકમ મેળવી ડ્રેસ ડીલીવરી નહીં
આપી ચીટીંગ કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મોરબી હરિગુણ રેસીડેન્સી રાધિકા
પેલેસમાં રહેતા પાર્થ નરોત્તમભાઈ જાકાસણિયા (ઉં.30)એ મોબાઈલ નં.8595917554 શગુન ફેશન
સુરતના કાર્ડ ધારક, મોબાઈલ નં.8690304348 કાર્ડ ધારક, વિશાલ નામના વ્યક્તિના બેંક એકાઉન્ટ
નંબરના ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ પોતાની પત્ની જલ્પાબેનના ફોનમાં
પ્લેટફોર્મમાંથી રીલ જોઈ ડ્રેસ અને સાડીઓ સસ્તા ભાવે મળશે. જેમાં ક્લિક કરતા વોટ્સએપમાં
સાડીના ફોટો મોકલી વોટ્સએપ મેસેજ કરી સગુન ફેશન સુરતના નામે ફરિયાદી પાર્થ સાથે ડ્રેસ
ખરીદી બાબતે વાતચીત કરી હતી. ત્રણ ડ્રેસના ઓર્ડર બૂક કરી ડ્રેસની ડીલીવરી નહીં આપી
તેમજ રૂ.4,00,543 ઓનલાઈન પેમેન્ટ મેળવી ચીટીંગ કરી હતી. મોરબી બી.ડીવીઝન પોલીસે ફરિયાદ
નોંધી તપાસ હાથ ધરી છે.
વાંકાનેરના
પાંચદ્વારકા ગામના યુવાનનો મોબાઈલ હેક કરી રૂ.3.41 લાખની છેતરપિંડી
વાંકાનેર
પાંચદ્વારકા ગામના સલીમભાઈ સાજીભાઈ બાદીએ અજાણ્યા શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે,
ગત તા.6-9ના રોજ અજાણ્યા શખસે ફરિયાદીનો મોબાઈલ હેક કરી બેંક ખાતામાંથી રૂ 3,41,933ની
રકમ ઉપાડી ફરિયાદી સાથે ચીટીંગ કરી હતી. વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસના
ચક્રો ગતિમાન કર્યા છે.