• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

ભાવનગર : બ્લાસ્ટમાં ગંભીર રીતે દાઝેલા એક યુવાનનું મૃત્યુ

પ્રેની બોટલમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી

ભાવનગર, તા. 25: ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ભંગારની ફેરી અને છૂટક વેપાર સાથે સંકળાયેલા શ્રમજીવી પરિવારના સભ્યો સોમવારે સાંજે ભંગારનું વર્ગીકરણ કરી રહ્યા હતા. દરમિયાન બોડી પ્રેની ખાલી બોટલો તોડીને તેમાંથી હવા અને ગેસ બહાર કાઢતી વખતે ઘર્ષણ કે તણખાના કારણે ગેસમાં ભડકો થયો હતો અને પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. જોતજોતામાં વિકરાળ આગ ઝૂંપડામાં ફેલાઈ જતાં પરિવારના સભ્યો આગની ચપેટમાં આવી ગયા હતા.  ઘડાકાનો અવાજ સાંભળીને સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી, જ્યારે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બ્લાસ્ટના અવાજથી લોકોમાં બોમ્બ પડયાની ભીતિ ફેલાઈ હતી. આ બનાવમાં ગંભીર રીતે દાઝેલા લોકોને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં આજે વહેલી સવારે દલપતભાઈ લાલજીભાઈ ચીભડિયાનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ સર ટી. હોસ્પિટલમાં બાકીના ઈજાગ્રસ્તોની સઘન સારવાર ચાલી રહી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક