થેંક્સ
ગિવિંગની ઉજવણી વચ્ચે ભારે પવન અને મુશળધાર વરસાદના કારણે યાત્રીઓ ફસાયા
નવી
દિલ્હી, તા. 27 : અમેરિકામાં થેંક્સ ગિવિંગની ઉજવણી વચ્ચે પૂર્વી હિસ્સામાં શક્તિશાળી
તોફાને ભારે તબાહી મચાવી છે. તેજ હવા, મુશળધાર વરસાદ અને તટીય પૂરથી લાખો લોકો પ્રભાવિત
થયા છે અને રજાનો માહોલ તેમજ યાત્રાને માઠી અસર પહોંચી છે. રિપોર્ટ અનુસાર આફતના કારણે
મધ્ય-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વના વિસ્તારમાં લગભગ 9 લાખથી વધારે ઘરમાં અંધારપટ છવાયો
હતો.
સ્થાનિક
મીડિયા અનુસાર પેન્સિલવેનિયામાં 2.13 લાખથી વધારે, વર્જીનિયામાં 1.5 લાખથી વધારે અને
મિસૂરીમાં લગભગ 1.2 લાખ ઉપભોક્તા વીજળીથી વંચિત હતા. વર્જીનિયામાં 2 લાખ અને મેરીલેન્ડમા
1.77 લાખ ઘર અને કારોબારને વીજ આપૂર્તિ પ્રભાવિત થઈ હતી.
પૂર્વી
તટે 112 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને વીજળીના થાંભલા તૂટી પડયા હતા.
રાષ્ટ્રીય હવામાન વિભાગ અનુસાર ડેલાવેર, ન્યુજર્સી અને પેન્સિલવેનિયામાં વૃક્ષો અને
વીજ પોલ તૂટવાના કારણે વ્યાપક વીજ કાપ શરૂ થયો હતો.
બીજી
તરફ રજાઓનો સમય ગાળો હોવાથી તોફાને યાત્રીઓની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. દેશભરમાં
સેંકડો ફલાઈટ રદ થઈ હતી અને હજારો વિલંબથી ઉડી હતી. જેના કારણે યાત્રીઓ અલગ અલગ જગ્યાએ
ફસાયા હતા. સત્તાવાર આંકડા અનુસાર 350થી વધારે ફલાઈટ રદ થઈ હતી અને 700માં વિલંબ થયો
હતો.