• શનિવાર, 27 એપ્રિલ, 2024

ધોરાજીમાં જુગાર દરોડો : 3.34 લાખના મુદ્દામાલ સાથે 11 પત્તાપ્રેમી ઝડપાયા

રૂરલ એલસીબી ટીમનો દરોડો

ધોરાજી, તા.27 : ધોરાજી બહારપુરા મોરી મસ્જિદ પાસે ધમધમતી જુગાર કલબ રાજકોટ રૂરલ એલસીબી પોલીસે રેડ પાડી હતી. જેમાં 11 આરોપી પકડાયા હતા જ્યારે મુખ્ય સંચાલક શખસની શોધખોળ હાથ ધરાઇ હતી. સ્થળ પરથી રૂ.3.34 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

બહારપુરામાં મોરી મસ્જિદ પાસે રહેતો મોહસીન ઇબ્રાહીમ કલીવાલા મકાનમાં સલીમ શેખ સાથે મળી નાલ ઉઘરાવી બહારથી માણસો બોલાવી પૈસા તથા ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો નસીબ આધારિત હારજીતને જુગાર રમાડે છે. બાતમી વાળા સ્થળે દરોડો પાડતા સલીમ વલી શેખ, લતીફ અબ્બાસ ચખાલી, વસીમ વલી શેખ, અસ્ફાક અશરફ દેરડીવાલા, આમીર સલીમ ઘાંચી, મહંમદનદીમ હનીફભાઇ ગરાણા ફારૂક બોદુ મલેક, અનવર ઓસમાણ ખોરાણી, ઇમરાનભાઇ ઇબ્રાહીમભાઇ નોટિયાર, કરણ વાલજી પરમાર અને તોસીફ તુફેલ ચામડિયા એમ 11 જુગારી મળી આવ્યા હતા. આ તમામની એલસીબી ટીમે ધરપકડ કરી હતી. જ્યારે મકાન માલિક અને કલબ સંચાલક મોહસીન કલીવાલા હાજર ન મળી આવતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

જુગારના પટ્ટમાંથી એલસીબીએ રૂ.1,83,500ની રોકડ, રૂ.1,50,000ના 9 મોબાઇલ ફોન, મળી કુલ રૂ.3,34,000નો મુદ્દામાલ કબજે કરી 12 આરોપી સામે ધોરાજી સિટી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક