• ગુરુવાર, 09 મે, 2024

જૂનાગઢમાં બે યુવતી સાથે દુષ્કર્મ આચરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાનો બે શખસ સામે ગુનો નોંધાયો રાજકોટ-જૂનાગઢથી યુવતીઓને ફસાવી કૃત્ય આચર્યુ’તું

જૂનાગઢ, તા.ર6 : જૂનાગઢમાં રહેતી યુવતી અને રાજકોટની યુવતી સાથે બે શખસોએ લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી જ્ઞાતિપ્રતયે હડધુત કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે અલગ અલગ ગુના નોધી બન્ને શખસોની શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, જૂનાગઢમાં રહેતી એક  યુવતીને આશીયાના સોસાયટીમાં રહેતા પરાગ રમેશ ચાવડા નામના શખસે પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં લગ્ન કરવાની લાલચ આપી છ માસ સુધી દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં લગ્ન કરવાની વાત કરતા પરાગ ચાવડાએ યુવતીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી તરછોડી દઈ ધમકાવી હતી અને બાદમાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો. આ અંગે પોલીસે યુવતીની ફરિયાદ પરથી પરાગ રમેશ ચાવડા વિરુધ્ધ પોસ્કો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

તેમજ રાજકોટમાં રહેતી યુવતીને પડધરીના તરઘડી ગામના જીગર મહેશ પરમાર નામના શખસે પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્ન કરવાની લાલચ આપી જૂનાગઢના બીલખા રોડ પર ધરારનગરમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં યુવતીએ લગ્ન કરવાની વાત કરતા જીગર પરમારએ યુવતીને જ્ઞાતિપ્રત્યે હડધુત કરી અપમાનીત કરી તરછોડી દીધી હતી. આ બનાવ અંગે પોલીસે યુવતીની ફરિયાદ પરથી તરઘડીના જીગર મહેશ પરમાર વિરુધ્ધ ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

મોટા ગુંદા ગામના શખસને દુષ્કર્મના કેસમાં 10 વર્ષની સજા

ખંભાળિયા, તા.ર6 : ભાણવડ તાબેના મોટા ગુંદાગામે રહેતો ભરત ઉર્ફે કાનો અરજણ ભટ્ટી નામનો શખસ ર019ની સાલમાં એક સગીરાનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો અને બાદમાં ગીર સોમનાથના ઉના તાબેના સીરોજ ગામના પાટીયે આવેલી સદભાવના કોંક્રિટ કંપનીએ લઈ ગયો હતો. બાદમાં ત્યાંથી ડેસર ગામે લઈ ગયો હતો અને ભરત ઉર્ફે કાના ભટ્ટીએ સગીરાને પત્ની તરીકે સાથે રાખી અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાને સગર્ભા બનાવી દીધી હતી અને સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. આ બનાવ અંગે સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે ભરત ઉર્ફે કાના અરજણ ભટી વિરુદ્ધ અપહરણ-પોસ્કો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી જેલમા ધકેલી દીધો હતો. દરમિયાન આ અંગેનો કેસ ચાલીજતા ખંભાળિયા કોર્ટે ભરત ઉર્ફે કાનો અરજણ ભટ્ટીને તકસીરવાન ઠરાવી 10 વર્ષની સખત કેદની સજા અને રૂ.1પ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો અને ભોગ બનનારને રૂ.1 લાખનું વળતર ચૂકવવા કોર્ટે હુકમ કર્યે હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક