• શનિવાર, 27 એપ્રિલ, 2024

દેશી ચાંચિયાઓને નાથવા માટે ચોરેલ માલ રાખનારને નાથવા જરૂરી

જઘઋએ પ્રથમ વખત જિકની મદદ વડે તપાસ હાથ ધરી

તળાજા, તા.27: વિદેશી ચાંચિયાઓની કનડગતને લઈ દેશના સૈન્યએ મોટું ઓપરેશન હાથ ધરી વિદેશી ચાંચિયાઓને શરણે લાવી દીધા. તેની સામે પંદરેક વર્ષથી ભાવનગર અને તેમાંય ખાસ કરીને તળાજા પંથકના દેશી ચાંચિયાઓને નાથવામાં પોલીસ સફળ ન રહેવાનાં કારણે ત્રણ દિવસ પહેલા ફરીને બે ડેડ વેસલ પર ચડીને રૂપિયા 45.60 લાખની મતાની ચોરીને અંજામ આપવામાં આવ્યો.

અગ્રણી શિપ બ્રેકર મુકેશ પટેલ(શ્રી રામ) પ્લોટવાળાએ પોતાના જહાજ પર ત્રાટકેલા દેશી ચાંચિયાઓની આખીય ચેઇન કામ કરી રહી હોય ચાંચિયાઓને બળ મળી રહ્યું હોવા ઉપરાંત શિપ બ્રેકરના વીડિયોએ ઘણી બધી પોલ ખોલી નાખી. જેને લઈ ભાવનગર પોલીસ હરકતમાં આવી ને અલંગ મરિન પોલીસ મથકમાં બે અલગ અલગ જહાજમાંથી ચોરીની બે ફરિયાદ નોંધાઈ.

જેની તપાસ એસઓજીના પો.ઇ. એ. આર. વાળા ચલાવી રહ્યા છે. બે દિવસથી શરૂ થયેલા તપાસના દૌર વચ્ચે ચોરીની એમઓ ધરાવતા ઈસમો, સરતાનપરના વ્યક્તિ સહિતના જે સસ્પેક્ટ વ્યક્તિ હતા. તેવા આશરે દસથી વધુ લોકોને રાઉન્ડઅપ કરીને પૂછપરછ કરવામાં આવી છે.પ્રથમ વખત એવું ધ્યાને આવ્યું છે કે એસઓજી પોલીસે એફએસએલની મદદ વડે દરિયામાં પડેલ જહાજ પર જઈને ચોર ટોળકીની ઓળખ અને મજબૂત પુરાવા એકઠા કરવાની આજે કામગીરી કરી હતી. એ ઉપરાંત સર્વેલન્સ ટેકનોલોજીના નિષ્ણાતની મદદ લેવાઈ છે.પોલીસે જણાવ્યું હતું કે, હાલ તો કોઈને સત્તાવાર રીતે ધરપકડ કરી નથી. અમુક લોકોને લાવીને પૂછપરછ કરાઈ રહી છે. જાણકાર સૂત્રોનું માનવામાં આવે તો દેશી ચાંચિયાઓ અથવા તો અલંગ યાર્ડ અને પવનચક્કીના માલ સામાનની જે ચોરીઓ થાય છે તે માલ રાખનારા શખસોને પકડીને તેને જેલ ભેગા કરવામાં આવે તો જ અલંગ તળાજા પંથકમાં લોખંડ, તાંબા - પિત્તળ કે અન્ય ધાતુઓની ચોરીઓને ડામી શકાશે.

ઇ-પેપરના નવા શુલ્ક