• શનિવાર, 04 મે, 2024

મોડાસા : મંડપ માલ સામાન ચોરી કરનાર મહિસાગર ગેંગ ઝડપાઇ 6.42 લાખના મુદ્દામાલ સાથે ચાર શખસની ધરપકડ

અરવલ્લી, તા.22 (ફૂલછાબ ન્યૂઝ) : મોડાસા નવા માર્કેટયાર્ડમાંથી મંડપનો માલસામાન ચોરી કરનાર મહિસાગરની ગેંગને કઈઇએ દબોચ્યા, ચાર આરોપી જેલ હવાલે મોડાસા શહેરના નવીન માર્કેટયાર્ડના ગોડાઉનમાં રાખેલ મંડપના માલસામાનની ચોરી કરનાર મહીસાગર જિલ્લાના ચાર આરોપીઓને જિલ્લા એલસીબી પોલીસે દબોચી લઇ ચોરીનો માલસામાન સહિત ચોરી કરવા ઉપયોગમાં લીધેલ બાઇક અને કાર સહિત 6.42 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચારે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. 

 મોડાસા શહેરમાં સાંઈનાથ મંડપ ડેકોરેશનના નામે ધંધો કરતા મેહુલ પટેલે મંડપનો માલસામાન રાખવા માટે નવા માર્કેટયાર્ડમાં ગોડાઉન ભાડે રાખેલ છે બે દિવસ અગાઉ તસ્કર ટોળકી ત્રાટકી ગોડાઉનનો નકુચો તોડી ગોડાઉનમાં રહેલ 69 હજારથી વધુનો એલઈડી લાઇટ,હેલોજન સહિતના માલસામાનની ચોરી કરી ફરાર થઈ જતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા ટાઉન પોલીસ અને એલસીબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો એલસીબી પોલીસે સ્થળ તપાસ સહિત સીસીટીવી કેમેરાના આધારે તેમજ બાતમીદાર સક્રિય કરતા મંડપ માલસામાન ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલ સ્પ્લેડર બાઈક અને ઈકો કારના નંબરના આધારે એલસીબી પોલીસે મહીસાગર જિલ્લાની મંડપ માલસામાન ચોરી કરતી ગેંગના ચાર આરોપીને દબોચી લઇ ચોરી કરેલ મંડપનો 3% હજારનો મુદ્દામાલ રિકવર કરી કુલ.રૂ.6.42 લખાનો મુદ્દામાલ જપ્ત કરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

ઝડપાયેલા આરોપીઓ

જીલ્લા કઈઇએ ઝડપેલ મંડપ ચોરી કરનાર આરોપી કોણ કોણ વાંચો (1) ઉત્કર્ષ ઉર્ફે જીગો સબોધ પટેલ (2) મિતુલ ઉર્ફે મનો રામાસિંગ ઠાકોર (3) કિરણ વિષ્ણુ ડાભી (4) કમલેશ મથુર પરમાર (તમામ રહે, જેઠોલી, બાલાસિનોર-મહીસાગર)

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક