• શનિવાર, 13 જુલાઈ, 2024

હાપામાં યુવાનની પાંચ જેટલા શખસે આડેધડ છરીના ઘા ઝીંકી નિપજાવી હત્યા સારવાર મળે તે પહેલા જ યુવાને દમ તોડી દીધો :

પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની શંકા : આરોપીઓને ઝડપી લેવા પોલીસની નાકાબંધી

જામનગર, તા.22 : જામનગર નજીક આવેલા હાપાના બાવરીવાસ પાસે આજે યુવાન ઉપર પાંચ જેટલા શખસોએ છરીના આડેધડ ઘા ઝીંકી હુમલો કરાયો હતો. આ યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો જયાં સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે.આ હત્યાનું કારણ  પ્રેમપ્રકરણ હોવાનું જાણવા મળી રહયું છે. જો કે પોલીસ દ્વારા તપાસ બાદ હત્યાનું સાચું કારણ બહાર આવશે.જામનગરના હાપા ખારી વિસ્તારમાં આવેલા બાવરીવાસમાં આજે વીરસુર ચારણ નામનો યુવાન રોડ પર ઉભો હતો અને ફોનમાં વાત કરી રહયો હતો તે દરમિયાન એક યુવાન પાછળથી આવી છરીના ઘા ઝીંકી દીધા હતા અને તેની સાથે ચાર શખસો પણ સાથે આવ્યા હતાં. યુવાન પર છીરીથી હુમલો થતા  ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે યુવાન હોસ્પિટલ સારવાર અર્થે પહોંચે તે પહેલા જ દમ તોડી દીધો હતો અને ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હત્યા નિપજાવનાર આરોપીઓને ઝડપી લેવા માટે નાકાબંધી ગોઠવી છે. આ હત્યાનું કારણ પ્રેમપ્રકરણ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હાલ પોલીસ દ‰ારા ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે અને હત્યારાઓ ઝડપાઈ ગયા બાદ જ હત્યાનું સાચું કારણ બહાર આવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક