(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.5 : અમદાવાદની શાળાઓ સહિત રાજ્યની કોર્ટ-કચેરીઓમાં બોમ્બના ધમકીભર્યા મેઈલ કરનાર
સૌરવ બિશ્વાસ (ઉ.30)ના શહેરની મેટ્રો કોર્ટે 14મી માર્ચ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તથા સાયબર ક્રાઈમ સેલ દ્વારા મંગળવારે પં.બંગાળમાંથી આરોપીની
ધરપકડ કરી લેવામાં આવી હતી. માઈકલ બિશ્વાસ ઉર્ફે સૌરવની અમદાવાદની 40 જેટલી સ્કૂલો
તથા રાજ્યની વિવિધ કોર્ટ તથા સરકારી કચેરીઓમાં બોમ્બની ધમકીભર્યા ઈ-મેઈલ કેસમાં ભૂમિકા
હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આરોપી 2021થી બંગાળના નોર્થ 24 પરગનાસમાં રહેતો હોવાનું
જણાયું છે.
આરોપીને
મેટ્રો કોર્ટમાં જજ ડી વી પટેલ સમક્ષ રજૂ કરાયો હતો. સરકારી વકીલ જયેશ યાદવે આરોપીની
રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આરોપીના કમ્પ્યૂટર સિસ્ટમમાંથી મળેલા
જી-મેઇલ આઈ.ડી. (વિજ્ઞક્ષશાિuયય20।઼લળફશહ.ભજ્ઞળ અને તફશિક્ષફહજ્ઞયિક્ષુજ્ઞ80।઼લળફશહ.ભજ્ઞળ)
તેના પાસવર્ડ તેમજ રિકવરી મેઇલની તપાસ કરવી જોઈએ. ડિલિટ કરાયેલી ફાઇલો, ડ્રાફ્ટ અને
સર્ચ હિસ્ટ્રી રિકવર કરવા માટે આરોપીની હાજરીમાં પૂછપરછ જરૂરી છે. ધમકીભર્યા ઈ-મેઇલ
કયા આઈ.પી. એડ્રેસ અને નેટવર્ક પરથી મોકલાયા છે તેની પુષ્ટિ કરવાની છે.
સૌરવ
માત્ર વચેટિયો, મોટા માથાઓના નામ ખુલવાની વકી
ઉચ્ચ
પોલીસ અધિકારીઓના મતે સૌરવ માત્ર ડિજિટલ ઓપરેટર તરીકે વચેટિયો હોવાની પ્રાથમિક વિગતો
મળી છે. આગળ તપાસમાં માસ્ટર માઈન્ડ સુધી પહોંચવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે. પોલીસે
હાલમાં પં.બંગાળથી ઝડપેલા સૌરવ બિશ્વાસ પાસેથી 3 સીપીયુ, 5 હાર્ડ ડિસ્ક્સ, 5 મોબાઈલ
ફોન અને એક વાઈ-ફાઈ રાઉટર પણ જપ્ત કર્યા છે.