• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

યુએપીએ જેવા વિશેષ કાયદામાં પણ જામીન જ નિયમ: સુપ્રીમ

આતંકવાદી વિરોધી સખત કાયદા હેઠળ જામીન મંજૂર કરતા સર્વોચ્ચ અદાલતની મહત્ત્વની ટિપ્પણી

નવીદિલ્હી, તા.13: સુપ્રીમ કોર્ટે આજે એક મહત્ત્વની ટિપ્પણીમાં આતંકવાદ વિરોધી સખત કાયદો યુએપીએ હેઠળ નોંધાયેલા કેસમાં આરોપીને જામીન આપતા કહ્યું હતું કે, કાયદાના સિદ્ધાંત અનુસાર જામીન નિયમ અને જેલ અપવાન છે. કોર્ટે કહ્યું હતું કે, ગેરકાનૂની ગતિવિધિ(રોકથામ) અધિનિયમ જેવા વિશેષ કાયદા હેઠળ થયેલા ગુનામાં પણ જામીનનો સિદ્ધાંત લાગુ પડે જ છે.

ન્યાયમૂર્તિ અભય એસ. ઓકા અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની પીઠે કહ્યું હતું કે, જો અદાલતો યોગ્ય કેસમાં પણ જામીન આપવાનો ઇન્કાર કરવાનું શરૂ કરી દેશે તો તે મૌલિક અધિકારોનું ઉલ્લંઘન હશે.

પીઠે પોતાનો ફેંસલો આપતા કહ્યું હતું કે, અભિયોજન પક્ષના આરોપ બહુ જ ગંભીર હોઈ શકે છે પણ કાયદા અનુસાર જામીન ઉપર વિચાર કરવો પણ અદાલતોનું કર્તવ્ય છે. જામીન નિયમ અને જેલ અપવાદ છે. આ સિદ્ધાંત વિશેષ કાયદાઓ ઉપર પણ લાગુ પડે છે. જો કોર્ટ ઉચિત કેસમાં પણ જામીન નકારવા માંડશે તો બંધારણના અનુચ્છેદ 21 હેઠળ તે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન બનશે.

ઉલ્લેખનીય છે કે, જલાલુદ્દીન ખાન નામક વ્યક્તિને જામીન આપતા કોર્ટે આ ટિપ્પણીઓ કરી હતી. તેની સામે યુએપીએ સહિતનાં કાયદા હેઠળ ગુના નોંધાયેલા હતા. તેણે પીએફઆઇના કથિત સદસ્યોને પોતાનાં ઘરમાં જગ્યા ભાડે આપી હોવાનો આરોપ હતો.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ભાવનગર અને અમરેલી જિલ્લામાં કેફી પદાર્થના કારોબારનો પર્દાફાશ September 14, Sat, 2024