• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

લેબનોનમાં ઈઝરાયલનો ડર : એક લાખ લોકોનું સીરિયા પલાયન

-સીરિયા અને લેબનોનની બોર્ડર ઉપર ચાર ક્રોસિંગ પોઇન્ટે ભારે ભીડ

બેરુત, તા. 30 : ઈઝરાયલી હુમલાથી ધ્રુજી રહેલાં લેબનોનમાં પલાયનનો દોર ચાલી રહ્યો છે. હિઝબુલ્લાહના શીર્ષ કમાન્ડર સૈયદ હસન નસરલ્લાહનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને ઈઝરાયલના હુમલા હજી પણ ચાલી રહ્યા છે. આ દરમિયાન લેબનોનમાં પણ ગાઝા જેવી સ્થિતિ બની છે. ઈઝરાયલની સરહદ નજીકના દક્ષિણી લેબનોનના લોકો પોતાનો જરૂરી સામાન લઈને સુરક્ષિત સ્થળે પલાયન કરવા લાગ્યા છે. અંદાજિત એક દશકથી ગૃહ યુદ્ધનો માર સહન કરી રહેલા સીરિયામાં લોકો જઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના એક રિપોર્ટ અનુસાર અંદાજિત એક લાખ લોકો સીરિયામાં એન્ટ્રી કરી ચૂક્યા છે. માત્ર બે દિવસમાં જ લેબનોનથી સીરિયામાં પલાયન કરનારા લોકોનો આંકડો ડબલ થયો છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના કહેવા પ્રમાણે લેબનોનથી મોટી સંખ્યામાં લોકો સીરિયા જઈ રહ્યા છે. અત્યારસુધીમાં આ આંકડો એક લાખની નજીક પહોંચી ચૂક્યો છે. આ ઉપરાંત પલાયન હજી પણ ચાલ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની રેફ્યુજી એજન્સીના કહેવા પ્રમાણે લેબનોન અને સીરિયા વચ્ચે ચાર ક્રોસિંગ પોઇન્ટ ઉપર જોરાદાર ભીડ છે. લેબનોનના લોકો પોતાના કિંમતી સામાન સાથે કોઈપણ ભોગે પલાયન કરવા માગે છે. ઈઝરાયલે છેલ્લા એક અઠવાડિયામાં લેબનોનમાં જોરદાર હુમલા કર્યા છે. જેમાં અત્યારસુધીમાં 1000 લોકો માર્યા ગયા છે અને 6000ને ઈજા પહોંચી છે.

શુક્રવારે ઈઝરાયલે હિઝબુલ્લાહના શીર્ષ કમાન્ડરને જ ઠાર કરી દીધો હતો. જંગ વચ્ચે ઈરાને ફરી ઈઝરાયલને ચેતવણી આપી છે. સોમવારે ઈરાનના વિદેશ મંત્રી નાસિર કનાનીએ કહ્યું હતું કે ઈઝરાયલની અપરાધિક હરકતોનો યોગ્ય જવાબ આપવામાં આવશે. હકીકતમાં નસરલ્લાહ ઠાર થવાથી ઈરાનને મોટો ઝટકો લાગ્યો છે. હિઝબુલ્લાહને શિયા સંગઠન માનવામાં આવે છે અને ઈરાનનું તેને સમર્થન છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી ટ્રેનમાં દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈ ઝડપાયો રાજકોટથી સુરેન્દ્રનગર જતી ટ્રેનમાં ધાકધમકી આપી કૃત્ય આચર્યું’તું October 05, Sat, 2024