• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

આવકવેરાના નિયમો, ફોર્મ સરળ બનશે

નવા નિયમોનો મુસદ્દો જારી :પહેલી એપ્રિલથી લાગૂ થશે : ફોર્મ, નિયમોની સંખ્યા ઘટાડાઈ

નવી દિલ્હી, તા. 8 :?આવકવેરાના નવા નિયમોનો મુસદ્દો જારી કરી દેવાયો છે. આ નવા નિયમો નવાં નાણાંકીય વર્ષ?એટલે કે, પહેલી એપ્રિલ, 2026થી અમલી થશે.

વેરા ફાઈલિંગ પ્રક્રિયા સરળ બનાવવા તેમજ સામાન્ય કરદાતા માટે નિયમો સરળ કરવાના હેતુ સાથે આ પહેલ સરકારે છેડી છે.

નવા પ્રસ્તાવિત મુસદ્દામાં નિયમો તેમજ ફોર્મની સંખ્યા ઘટાડી દેવાઈ છે. નિયમ 511માંથી ઘટાડીને 333 કરાયા છે, તો ફોર્મ? 399માંથી 190 કરી દેવાયાં છે.

વેરાતંત્રએ જેની હવે જરૂર જ નથી, તેવી ઘણી જોગવાઈઓ હટાવી દીધી છે. સાથોસાથ અનેક સમાન અણસારવાળા નિયમો જોડી નાખ્યા છે.

આવકવેરાના નિયમો અને ફોર્મ?સરળ બનાવાશે, નવા મુસદ્દામાં ફોર્મની ફરી નવી ડિઝાઈન કરાઈ છે.

વહીવટી અને કાનૂની ગુંચ દૂર કરવાના આશય સાથે ફોર્મની ભાષા હવે વધારે ‘યુઝર ફ્રેન્ડલી’ એટલે કે કરદાતા સમજી શકે, તેવી બતાવાઈ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઊંઝામાંથી ત્રણ કરોડના જીરૂની ચોરીમાં હાઇ કોર્ટનો વકીલ સૂત્રધાર February 09, Mon, 2026