• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

એપ્સ્ટીન ઈઝરાયલનો જાસૂસ હતો ? એફબીઆઇના ગુપ્ત દસ્તાવેજને ટાંકી દાવો

વોશિંગ્ટન, તા.8 : અમેરિકાના કુખ્યાત અબજોપતિ જાતીય ગુનેગાર જેફરી એપ્સ્ટીન અંગે એક નવો ખુલાસો થયો છે. તાજેતરમાં બહાર આવેલા એફબીઆઇના દસ્તાવેજમાં દાવો કરવામાં આવ્યો છે કે એપ્સ્ટીનને પૂર્વ ઇઝરાયલી વડાપ્રધાન એહુદ બરાકના શાસનકાળમાં જાસૂસ તરીકે તાલીમ આપવામાં

આવી હતી.

જો કે ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂએ આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢયા કહ્યું કે, એપ્સ્ટીન ઇઝરાયલ માટે કામ કરતા હોવાના કોઈ પુરાવા નથી. આ દસ્તાવેજ એક ગુપ્ત માનવ સ્રોત દ્વારા રજૂ કરાયેલા ગુપ્ત એફબીઆઇ રિપોર્ટનો ભાગ છે. સ્રોતે હાર્વર્ડ કાયદાના પ્રોફેસર એલન ડેરશોવિટ્ઝ અને એપ્સ્ટીન વચ્ચેના ફોન કોલ્સ પર નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે, આ વાતચીતોમાંથી માહિતી ઇઝરાયલી ગુપ્તચર એજન્સી મોસાદને આપવામાં આવી હતી. એપ્સ્ટીન મોસાદનો સહકારી એજન્ટ હોઈ શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઊંઝામાંથી ત્રણ કરોડના જીરૂની ચોરીમાં હાઇ કોર્ટનો વકીલ સૂત્રધાર February 09, Mon, 2026