ઉદ્ધવે શિવાજી પાર્કમાં, શિંદેએ આઝાદ મેદાનમાં દશેરા રેલી ગજાવી : એકબીજા પર પ્રહાર
મુંબઈ,
તા.1ર : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી નજીક છે અને તે પહેલા દશેરા પર્વ નિમિત્તે મુખ્યમંત્રી
એકનાથ શિંદેની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. ઉદ્ધવ
ઠાકરેની દશેરા રેલી ઐતિહાસિક શિવાજી પાર્કમાં જ્યારે શિંદેની રેલી આઝાદ મેદાનમાં યોજાઈ
હતી.
આઝાદ
મેદાન ખાતે રેલીને સંબોધતા મુખ્યમંત્રી શિંદેએ કહ્યું કે અમે શિવસેનાને આઝાદ કરાવી
છે. લોકસભામાં એમવીએની જીત તુક્કો હતી. મહારાષ્ટ્રમાં હરિયાણા જેવું પરિણામ આવશે. અમે
અમારાં કામથી વિધાનસભા ચૂંટણી જીતીશું. ઉદ્ધવ ઠાકરેએ સંબોધનમાં કહ્યું કે, શિવસૈનિક
મારાં શત્ર છે, હું તેમના માટે પૂજા કરું છું. દિલ્હીવાળા અબ્દાલીના પુત્રો મને નબળો
પાડવા ઈચ્છે છે પરંતુ તમે સૌએ મા જગદંબાની જેમ મારી સાથે ઉભા રહ્યા અને મને તાકાત આપી.
આપણે અસલી શિવસેના છીએ અને બાલા સાહેબ ઠાકરેનું નામ મારી સાથે છે.
દશેરા
રેલી પહેલા બન્ને જૂથે એકબીજા પર કટાક્ષ કરતાં ટીઝર જારી કર્યા હતા. શિંદે જૂથના ટીઝરમાં
કોંગ્રેસના પંજામાં બાંધેલા વાઘને બતાવવામાં આવ્યો છે જેને શિંદે તીર વડે દોરડું કાપીને
આઝાદ કરતા બતાવે છે. ઉદ્ધવ જૂથના ટીઝરમાં દેશદ્રોહીઓને દફનાવવાની વાત કરાઈ છે. બન્ને
જૂથે દશેરા રેલીમાં પોતાના કાર્યકરોને પહોંચાડવા માટે મોટાપાયે વાહન વ્યવસ્થા કરી છે.