• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

મહારાષ્ટ્રના સીએમ પદની રેસમાં ફડણવીસ આગળ : આજે એલાન સંભવ ડિસેમ્બર મહિનામાં વાનખેડે સ્ટેડિયમમાં થઈ શકે છે શપથ ગ્રહણ સમારોહનું આયોજન

નવી દિલ્હી, તા. 28 : મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તે હજી સુધી નક્કી થઈ શક્યું નથી. જો કે સૂત્રોમાંથી જાણકારી મળી રહી છે કે મહાયુતિ ગઠબંધનમાં ઘણી બેઠકો બાદ હવે એક નામ ઉપર સહમતિ બનતી જોવા મળી રહી છે. સૂત્રોનું માનવામાં આવે તો આગામી સીએમ તરીકે ભાજપના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ છે. 29 નવેમ્બરના રોજ ફડણવીસને ભાજપના વિધાયક દળના નેતા ચૂંટવાનું ઔપચારિક એલાન પણ થઈ શકે છે. સાથે જ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ગુરુવારે સાંજે થનારી બેઠકમાં નામનું એલાન સંભવ છે.

સૂત્રો અનુસાર ગુરુવારે સાંજે થનારી ભાજપ હાઈકમાન્ડની બેઠકમાં મુખ્યમંત્રી પદના નામ ઉપર મંજૂરીની મહોર લાગી જશે તો ડિસેમ્બરમાં શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવશે. આ સમારોહમાં પીએમ મોદી સહિત ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ સામેલ રહેશે. કહેવાય છે કે શપથ ગ્રહણ સમારોહ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજવામાં આવશે.

મહાયુતિ ગઠબંધનની બેઠકમાં ભાજપે શિવસેના પ્રમુખ એકનાથ શિંદેને મનાવી લીધા છે અને શિંદેએ સીએમ પદ માટે પોતાની દાવેદારી છોડી દીધી છે. આ દરમિયાન સૂત્રોના હવાલાથી અહેવાલ સામે આવી રહ્યા હતા કે મહારાષ્ટ્રના સીએમ પદની દાવેદારી છોડવા માટે શિંદેની પાર્ટીને કેન્દ્રમાં ત્રણ મહત્વના મંત્રાલય આપવામાં આવી શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક