• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

બાંગ્લાદેશની બકવાસ : હિન્દુ સુરક્ષિત

લઘુમતીઓની સુરક્ષા પર ભારત બેવડાં માપદંડ અપનાવે છે તેવો છીછરો આરોપ

ઢાકા, તા. 30 : બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓની સુરક્ષા અને ઇસ્કોન પર પ્રતિબંધની માંગનો વિવાદ ગુમડાંની જેમ વકરતો જાય છે. હિન્દુઓ પર થઇ રહેલા હુમલાઓ વચ્ચે બાંગ્લાદેશે બકવાસ કરી છે.

પાડોશી દેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યૂનુસના પ્રેસ સચિવ શફીકુલ ઇસ્લામે  એવો પોકળ દાવો કર્યો હતો      કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ સુરક્ષિત છે. ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો કોઇ ઇરાદો નથી, તેવું કહેતાં ઇસ્લામે એવો આરોપ મૂકયો હતો કે, લઘુમતીઓની સુરક્ષા પર ભારતના બેવડાં  માપદંડ છે.

આવા આક્ષેપથી બે દેશો વચ્ચે તાણ વધુ વકરવાની વિકટ સ્થિતિ સર્જાઇ છે. ભારતમાં મુસ્લિમ સમુદાય પર થઇ રહેલા હુમલાઓ પર ભારત દેશને કોઇ શરમ નથી, તેવું કાનૂની સલાહકાર આસિફનઝરૂલે કહ્યું હતું.

બીજી તરફ ઢાકા હાઇકોર્ટે ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો ઇન્કાર કર્યા બાદ કટ્ટરપંથી સમૂહોએ રસ્તા પર ઉતરી પડતાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા હતા.

રાજધાની ઢાકા અને ચટગાંવમાં સૌથી મોટા દેખાવ થયા હતા, જુમ્માની નમાજ બાદ દેશભરની મસ્જિદોમાં મુસ્લિમો દ્વારા થયેલા દેખાવો શનિવારે પણ જારી રહ્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક