મહાકુંભમાં
પહોંચ્યો અદાણી પરિવાર: જાતે રસોઈ બનાવી; પુત્રના
લગ્નની તારીખ કરી જાહેર
પ્રયાગરાજ,
તા.21 : અદાણી સમૂહના અધ્યક્ષ અને દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આજે પ્રયાગરાજના
મહાકૂંભમાં પહોંચ્યા હતા. અહીં તેમણે સંગમ તટે પૂજા-અર્ચના કરી હતી. તેમણે ઈસ્કોનની
સાથે મળીને ચલાવવામાં આવી રહેલા મહાપ્રસાદ ભંડારામાં જઈને પોતાના હાથે મહાપ્રસાદ બનાવ્યો
હતો અને તેને ગ્રહણ પણ કર્યો હતો. તેમણે વ્યવસ્થિત આયોજન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી. આ દરમ્યાન તેમણે પોતાના પુત્રના
લગ્નની તારીખ પણ જાહેર કરી હતી અને જણાવ્યું હતું કે તેનાં લગ્ન સાદગી સાથે કરવામાં
આવશે.
ગૌતમ
અદાણી તેમના પરિવાર સાથે આજે મહાકુંભ પહોંચ્યા હતા. તેમણે સંગમસ્નાન પહેલાં હનુમાન
મંદિરમાં પૂજા કરી હતી. દરમ્યાન, સમગ્ર અદાણી પરિવારે પંડિતો અને પુજારીઓની ઉપસ્થિતિમાં
સંગમ તટે પૂજા અર્ચના કરી ડૂબકી લગાવી હતી.
અદાણીએ
કહ્યું કે પુત્ર જીતનાં લગ્ન સાતમી ફેબ્રુઆરીએ યોજાશે. અમારી ગતિવિધિ સામાન્ય લોકો
જેવી જ છે અને જીતનાં લગ્ન પણ ઘણા સાદગી તેમજ પારંપરિક રીતે કરવામાં આવશે.