• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

‘ટ્રમ્પરાજ’માં ભારતનો પહેલી હરોળમાં દબદબો શપથ સમારોહમાં વિદેશ મંત્રી જયશંકરને મળ્યું વિશેષ સ્થાન

વોશિંગ્ટન, તા.ર1 : અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પરાજ આવ્યું છે. સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પે બીજીવાર રાષ્ટ્રપતિ પદે શપથ લીધા. દરમિયાન દુનિયાભરમાંથી મહેમાનો સમારોહમાં હાજર રહ્યા હતા જેમાં ભારતનો પહેલી હરોળમાં દબદબો જોવા મળ્યો હતો. ટ્રમ્પરાજની શરૂઆત સાથે ભારતને અપાયેલું મહત્ત્વ ભારતના દુશ્મનોને જરૂર ખટકશે ! અનેક મુદ્દે બન્ને દેશનાં હિત સમાન છે અને ભારતને અમેરિકાનો મજબૂત સાથ મળશે.

ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભારત વતી વિદેશ મંત્રી એસ.જયશંકરે હાજરી આપી હતી. ટ્રમ્પે જ્યારે શપથ લીધા ત્યારે જયશંકર સૌથી આગળ પહેલી હરોળમાં જોવા મળ્યા હતા. સમારોહ દરમિયાન તેઓ ટ્રમ્પની આસપાસ જોવા મળ્યા જે ભારત-અમેરિકાની ગાઢ દોસ્તી દર્શાવે છે.

ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના શપથગ્રહણ સમારોહમાં સામેલ થઈને સન્માનિત અનુભવું છું. અહીં હું વડાપ્રધાન મોદીના વિશેષ દૂત તરીકે સામેલ થયો, જે ગર્વની વાત છે. શપથ સમારોહ દરમિયાન જયશંકરે ટ્રમ્પ કેબિનેટના ઘણા મંત્રીઓ સાથે પણ મુલાકાત કરી હતી. ઉપરાંત ક્વાડ દેશોની મુલાકાતમાં પણ તેઓ સામેલ થયા હતા. માનવામાં આવે છે કે, અમેરિકામાં રાષ્ટ્રપતિ પદે ટ્રમ્પની વાપસીથી ભારત અને અમેરિકાના સંબંધો વધુ ગાઢ બનશે. આતંકવાદ સામે ટ્રમ્પનું વલણ સખત રહ્યું છે અને ભારત આતંકવાદી પીડિત દેશ છે. આ સિવાય પણ અનેક મુદ્દે ટ્રમ્પનું વલણ ભારત માટે ઉપયોગી બની રહેશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025

Crime

જસદણમાં બહેન સાથે દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની ધરપકડ ફોટા બતાવી બ્લેક મેઈલીંગ કરી કૃત્ય આચરતો’તો February 15, Sat, 2025